For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2023-24 માં GDP 6 થી 6.8 ટકા આસપાસ રહેવાનો અંદાજ, જાણો શું કહે છે જાણકારો?

નાણાકીય વર્ષ 2023-24માં ભારતનો જીડીપી ગ્રોથ 6 થી 6.8 ટકા રહેવાનો અંદાજ છે. આ સિવાય નોમિનલ જીડીપી 11 ટકા આસપાસ રહેવાની સંભાવના છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : સંસદનું બજેટ સત્ર શરૂ થયુ છે અને બજેટ રજુ કરાય તે પહેલા સંસદમાં આર્થિક સર્વે રજૂ કરાયો હતો. આ સર્વે રિપોર્ટમાં નાણાકીય વર્ષ 2023-24માં ભારતનો જીડીપી ગ્રોથ 6 થી 6.8 ટકા રહેવાનો અંદાજ છે. આ સિવાય નોમિનલ જીડીપી 11 ટકા આસપાસ રહેવાની સંભાવના છે. માનવામાં આવી રહ્યું છે કે, આવતા નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ ત્રણ વર્ષમાં સૌથી ધીમો રહી શકે છે. જો કે નાણામંત્રીએ સંદદમાં ખાતરી આપી કે કોરોનાના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થાએ જે કંઈ ગુમાવ્યું હતું તેની રિકવરી થઈ ગઈ છે.

gdp

પાછલા આંકડા પર નજર કરીએ તો, ભારત સરકારે જણાવ્યા અનુસાર જીડીપીની ટકાવારી તરીકે 2023ના બીજા ક્વાટરમાં ખાનગી વપરાશ 58.4 ટકા રહ્યો. જે 2013-14 થી તમામ વર્ષોના બીજા ક્વાટરમાં સૌથી વધુ છે. વેપાર, હોટલ અને પરિવહન સેવાઓમાં તેજીને કારણે આ શક્ય બન્યું છે. બાંધકામ સાથે જોડાયેલા સ્થળાંતરિત કામદારોના પાછા ફરવાને કારણે હાઉસિંગ માર્કેટમાં ગયા વર્ષના 42 મહિનાની સરખામણીએ 2023ના ત્રીજા ક્વાટરમાં 33 મહિનાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી અનંત નાગેશ્વરને આર્થિક સર્વે 2023 રજૂ કર્યો અને કહ્યું કે IMFએ વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતનો GDP ગ્રોસ રેડ 6.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. ભારતનો GDP વૃદ્ધિ દર આગામી નાણાકીય વર્ષમાં 6.1 ટકા અને 2024-25માં 6.8 ટકા રહેવાનો અંદાજ છે. તેમણે કહ્યું કેસ અર્થવ્યવસ્થાની રિકવરી પુરી થઈ ગઈ છે. નોન-બેંકિંગ અને કોર્પોરેટ ક્ષેત્રો પાસે હવે સારી બેલેન્સ શીટ છે. હવે આપણે મહામારીમાંથી ઉભરવા વિશે વાત કરવાની જરૂર નથી અને આગળના તબક્કા પર ધ્યાન આપવું પડશે.

English summary
GDP is estimated to be around 6 to 6.8 percent in 2023-24
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X