ગીતિકા ત્યાગી છેડતી કેસ: નિર્દેશક સુભાષ કપૂરની ધરપકડ
મુંબઇ, 23 જૂન: એકટ્રેસ ગીતિકા ત્યાગી છેડતી કેસમાં બૉલીવુડ નિર્દેશક સુભાષ કપૂરની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર એક્ટ્રેસ ગીતિકા ત્યાગી સાથે છેડતીનો આરોપ છે. તેમને મુંબઇની વર્સોવા પોલીસે ધરપકડ કરી છે. સુભાષ કપૂર જૉની એલએલબીના નિર્દેશક છે. આ ધરપકડ કલમ-354 હેઠળ થઇ છે. અંધેરી કોર્ટમાં સુભાષ કપૂરને રજૂ કરવામાં આવ્યા અને ત્યારબાદ તેમને 14 દિવસની ન્યાયિક ધરપકડમાં મોકલી દેવામાં આવ્યા.
ગીતિકા ત્યાગીએ આ મુદ્દે એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે મારાપર આ કેસમાં દબાણ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને બૉલીવુડે આ મુદ્દે મારો સાથ ન આપ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે ગીતિકા ત્યાગીએ થોડા મહિના પહેલાં આરોપ લગાવ્યો હતો. આ વીડિયોમાં ગીતિકા કપૂરને થપ્પડ મારતાં પણ જોવા મળી.













Click it and Unblock the Notifications
