For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાંડા સાથે લગ્ન કરવા માગતી હતી ગીતિકાઃ અરૂણા ચઢ્ઢા

By Super
|
Google Oneindia Gujarati News

geetika sharma
નવીદિલ્હી, 23 ઑક્ટોબરઃ પૂર્વ એર હોસ્ટેસ ગીતિકા શર્મા આત્મહત્યા કેસમાં એક નવો ખુલાસો આવ્યો છે. અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા અહેવાલ અનુસાર આ મામલાના એક આરોપી અરૂણા ચઢ્ઢાએ કહ્યું કે ગીતિકા ગોપાલ કાંડા સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી પરંતુ કાંડા લગ્ન કરવા માટે જરા પણ તૈયાર નહોતા.

પોલીસને આપેલા નિવેદનમાં અરૂણાએ કહ્યું કે આ અનૈતિક સંબંધોથી ગીતિકા કંટાળી ગઇ હતી તેથી તે કાંડા સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી, જેથી તે આ પ્રકારના સંબંધોમાંથી મુક્તિ ઇચ્છતી હતી. તે અનેકવાર કાંડા પર લગ્ન કરવા માટે દબાણ કરતી હતી, પરંતુ કાંડા એ માટે તૈયાર નહોતા.

અરૂણાના નિવેદન અનુસાર ગીતિકાને કાંડાના અન્ય મહિલાઓ સાથેના સંબંધો પસંદ નહોતા. ખાસ કરીને ગોવાની અંકિતા સાથે જે ગોપાલ કાંડાના સંબંધો હતા તેનાથી ગીતિકા દુઃખી હતી. તેમ એક સમાચાર પત્રમાં છપાયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે.

ગીતિકા આત્મહત્યા મામલે હરિયાણાના પૂર્વ મંત્રી ગોપાલ ગોયલ કાંડા સાથે તેમના સહયોગી અરૂણા ચઢ્ઢા પણ આ મામલે આરોપી છે અને હાલ તે જેલમાં છે.

અરૂણાએ કહ્યું કે જ્યારે કાંડાએ ગીતિકાના લગ્નના પ્રસ્તાવને ઠુકરાવી દીધો ત્યારે તે ઘણી નારાજ થઇ ગઇ હતી. દબાણ વધારવા માટે કાંડાએ ગીતિકા પાસે એ પૈસાની માંગણી કરી હતી જે તેણે ગીતિકાને એમબીએ કરવા માટે આપ્યાં હતા.

English summary
Aruna Chadha, facing prosecution along with former Haryana minister Gopal Kanda in former air hostess Geetika Sharma suicide case, has said in a statement that Geetika had been pressing Kanda to marry her but he avoided it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X