• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કરોડોની સંપત્તિ છોડી ગયા છે જ્યોર્જ ફર્નાન્ડીસ, જાણો ખાનગી જીવનની હકીકતો

|

જ્યોર્જ ફર્નાન્ડીસનું 88 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયુ. 3 જૂન 1930ના રોજ કર્ણાટકના મેંગોલોરમાં જન્મેલા જ્યોર્જ ફર્નાન્ડીસ 6 ભાઈઓમાં સૌથી મોટા હતા. આટલા મોટા પરિવારમાં બાળપણ પસાર કરનાર જ્યોર્જ અંતિમ સમયમાં એકલા હતા. પિતા જ્યોર્જને પાદરી બનાવવા ઈચ્છતા હતા. 16 વર્ષની ઉંમરમાં તેમને કેથલિક પાદરી બનાવવા માટે બેંગલોરની સેમિનરીમાં મોકલવામાં આવ્યા. અહીં તે બે વર્ષ સુધી રહ્યા અને દેશ આઝાદ થયા બાદ તે ત્યાંથી ભાગી નીકળ્યા. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, 'સેમિનરીથી મારુ મન ભરાઈ ગયુ હતુ. હું જોતો હતો કે પાદરીની કરની અને કથનીમાં બહુ ફરક છે.' ત્યારબાદ જ્યોર્જ મુંબઈ જતા રહ્યા, અહીં તેમણે બહુ દુઃખ સહન કર્યા પરંતુ સ્વભાવથી જ વિદ્રોહી જ્યોર્જે પોતાના તેવર ન છોડ્યા. તે સમાજવાદી આંદોલથી જોડાઈ ગયા. જ્યોર્જે પહેલુ મોટુ કામ 1974માં રેલ હડતાળ કરાવીને કર્યુ. આ હડતાળથી તેમણે સીધા ઈન્દિરા ગાંધીને પડકારી દીધા હતા. રાજકારણથી ઉપર જોઈએ તો જ્યોર્જ ફર્નાન્ડીસના ખાનગી જીવનમાં પણ ઘણો સંઘર્ષ હતો. સામાન્ય રીતે લોકોના જીવનમાંથી જતા રહ્યા બાદ સંપત્તિની ચર્ચા થાય છે પરંતુ જ્યોર્જની બાબતમાં આવુ નહોતુ. તેમની હયાતિમાં પણ ઘણી વાર સંપત્તિની સમસ્યા ઉદભવી હતી.

જ્યોર્જ ફર્નાન્ડીસની કુલ સંપત્તિ 26 કરોડની માનવામાં આવે છે

જ્યોર્જ ફર્નાન્ડીસની કુલ સંપત્તિ 26 કરોડની માનવામાં આવે છે

આઉટલુકના રિપોર્ટ અનુસાર જ્યોર્જ ફર્નાન્ડીસે છેલ્લી લોકસભા ચૂંટણી 2009માં બિહારની લોકસભા સીટ મુઝફ્ફરપુરથી લડી હતી. ત્યારે તેમણે પોતાની છેલ્લી આવક એફિડેવિટ ચૂંટણી કમિશનને સોંપી હતી જેમાં તેમણે કુલ સંપત્તિ લગભગ 13 કરોડ જણાવી હતી. તેમની પાસે બેંકોમાં ડિપોઝીટ તરીકે લગભગ 7 કરોડ રૂપિયા હતા જ્યારે બોન્ડ રૂપે લગભગ 60 હજાર રૂપિયા બતાવ્યા હતા. 2009માં ચૂંટણી કમિશનમાં આપેલ સંપત્તિની એફિડેવિટમાં તેમણે અચળ સંપત્તિ રૂપે માત્ર મકાન બતાવ્યુ હતુ જે તેમણે પોતાની પત્નીના નામે બતાવ્યુ હતુ. નવી દિલ્લીમાં આ ઘરની કિંમત તે વખતે લગભગ અઢી કરોડ આસપાસ જણાવી હતી. આ ઉપરાંત બેંગલુરુમાં 10 એકર જમીનની કિંમત લગભગ 22 કરોડ આસપાસ બતાવવામાં આવી હતી જેને લગભગ 11 કરોડમાં વેચવામાં આવ્યુ હતુ. મેંગલોરમાં એક સંપત્તિ હતી જેની કિંનત લગભગ 2 થી 3 કરોડ હતી પરંતુ તેને 60 લાખમાં વેચી દેવામાં આવી હતી.

પુત્રએ પિતાની સંપત્તિ વિશે કહી હતી આ વાત

પુત્રએ પિતાની સંપત્તિ વિશે કહી હતી આ વાત

પત્ની લૈલા, પુત્ર શીન પર જ્યોર્જ ફર્નાન્ડીસના ભાઈએ 2010માં સંગીન આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે લૈલાએ જ્યોર્જને એકદમ એકલા પાડી દીધા છે. તે કોઈને તેમની સાથે મળવા દેતી નથી. તે વખતે જ્યોર્જના પુત્ર શીનનું પણ નિવેદન આવ્યુ હતુ, ‘મને મારા પિતાની સંપત્તિમાં કોઈ રસ નથી. જેટલુ મારા પિતાએ જીવનભરમાં કમાયુ છે તેટલુ તો મારી પાસે છે અને તેમની ઉંમર સુધી મારી પાસે પિતા કરતા કેટલાય ગણા વધુ પૈસા હશે.' જ્યોર્જના પુત્ર અમેરિકામાં ઈન્વેસ્ટમેન્ટ બેંકર છે.

પત્ની લૈલાએ બંધ કરાવી દીધી હતી જયા જેટલીની ઘરમાં એન્ટ્રી

પત્ની લૈલાએ બંધ કરાવી દીધી હતી જયા જેટલીની ઘરમાં એન્ટ્રી

જ્યોર્જ ફર્નાન્ડીસે લૈલા સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત એક ફ્લાઈટમાં થઈ હતી ત્યારબાદ પ્રેમ થયો અને લગ્ન પણ થઈ ગયા પરંતુ બંનેના જીવનમાં અમુક સમય બાદ અંતર આવી ગયુ. આ તરફ જયા જેટલી જ્યોર્જની નજીક આવી ગયા. આ સંબંધનું શું નામ હતુ? આ વિશે ઘણી વાતો કહેવામાં, સાંભળવામાં અને લખવામાં આવી પરંતુ આખી દુનિયાએ જે સત્ય જોયુ તે એ હતુ કે એક સમયે લૈલાએ જયા જેટલીની ઘરમાં એન્ટ્રી બંધ કરાવી દીધી હતી. જ્યોર્જ બિમાર રહેવા લાગ્યા તો જયા જેટલી તેમને મળવા ગઈ પરંતુ લૈલાએ તેમને મળવા ન દીધા. બાદમાં જયા જેટલીએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને અદાલતમાંથી મંજૂરી મળ્યા બાદ તેમને થોડી વાર માટે મહિનામાં બે વાર મળવાની મંજૂરી મળી. જો કે ઘણી વાર એવી વાતો કહેવાતી રહી કે લૈલા સંપત્તિના કારણે જ્યોર્જના જીવનમાં ફરીથી આવી કારણકે તે એમને છોડીને જતી રહી હતી.

આ પણ વાંચોઃ અમિત શાહના આ નિવેદન પર ભડકી ટીએમસી, મોકલી માનહાનિની નોટિસ

English summary
George Fernandes considerable assets estimated at Rs 26 crore?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more