For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડેઈલીહંટ પર મેળવો ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું વ્યાપક કવરેજ

ડેઈલીહંટ પર મેળવો ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું વ્યાપક કવરેજ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઝારખંડમાં પાંચમા અને અંતિમ તબક્કાના મતદાન અને એક્ઝિટ પોલના ટ્રેન્ડ્સ બાદ સૌની નજરહવે 23મી તારીખની મતગણતરી પર છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલી જીત બાદ આ ત્રીજું રાજ્ય છે જ્યાં વિધાનસભા ચૂંટણઈ થઈ હોય. આ ત્રણેય રાજ્યોમાં ભાજપની સત્તા હતી. અગાઉ ઓખ્ટોબરમાં મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણઈ થઈ હતી. હરિયાણામાં ભાજપે ચૂંટણી પરિણામ બાદ જેજેપી સાથે ગઠબંધન કરી પોતાની ખુરશી બચાવી લીધી પરંતુ મહારાષ્ટ્રમાં લાંબી માથાકૂટ બાદ પણ ભાજપ પોતાની સત્તા યથાવત ના રાખી શક્યો.

counting

81 સભ્યોવાળી ઝારખંડમાં 2014ની ચૂંટણીમાં ભાજપે આજસૂ સાથે ચૂંટણી લડી 35 સીટ હાંસલ કરી હતી. જ્યારે આજસૂને 5 સીટ પર જીત મળી હતી. ઝારખંડ રાજ્ય બન્યા બાદ પહેલીવાર રઘુવર દાસના નેતૃત્વમાં કોઈ સરકારે પોતાનો કાર્યકાળ પૂરો કરી ઈતિહાસ રચી દીધો છે. 2014માં ઝામુમો 17 સીટ સાથે બીજા નંબર પર રહી હતી, જ્યારે કોંગ્રેસને હાથે માત્ર 6 સીટ જ આવી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએએ 14માંથી 12 સીટ પર જીત નોંધાવી હતી.

આ વખતે ચૂંટણીમાં પરિસ્થિતિઓ બદલી ગઈ છે. પાછલી ચૂંટણીમાં ભાજપનો સહયોગી દળ આજસૂ આ વખતે અલગ ચૂંટણી લડી રહ્યો છે. જ્યારે ભાજપની વિરુદ્ધ વિપક્ષ સાથે મળીને ચૂંટણઈ લડી રહ્યો છે. ઝામુમોના નેતૃ્વવાળા વિપક્ષી ગઠબંધનમાં કોંગ્રેસ અને આરજેડી પણ સાથે છે. કેન્દ્ર અને બિહારમાં એનડીએના સહયોગી એલજેપી અને જેડીયૂનું અસ્તિત્વ ના બરાબર હોવા છતાં પણ કેટલીક સીટો પર અલગ લડી પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. આ રાજકીય સમીકરણોની વચ્ચે ભાજપ શું રઘુવર સરકારના વિકાસ કાર્યોના દાવા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના દમ પર ફરી એકવાર ઈતિહાસ રચી શકશે કે કેમ તે જોવું દિલચસ્પ રહેશે.
ડેઈલીહંટના ચૂંટણી કવરેજમાં શું ખાસ છે?

ચૂંટણી પરિણામ માત્ર આંકડા કએ સંખ્યા જ નથી. ચૂંટણી પરિણામનો મતલબ આ આંકડાનું મહત્વ, તેની પેટર્ન અને વિશ્લેષણના માધમયથી એક એવી તસવીર તમારી સામે રજૂ કરવી છે જેનો દરેક નાગરિકના જીવન પર પ્રભાવ પડે છે. અહીં ડેઈલીહંટમાં અમે તમારા માટે આ બધું વધુ વ્યાપક રૂપે લઈને આવીશું.

અહીં તમને ટેબલ ફોર્મેટમાં આ ચૂંટણી પરિણામના લાઈવ અને સૌથી તેજ અપડેટ્સ મળશે. કદાવર ઉમેદવારો માટે રાજનૈતિક હવા કેવી છે અને ટૉપ ચૂંટણી ક્ષેત્રોથી કેવા ટ્રેન્ડ સામે આવી રહ્યા છે આ બધી જ માહિતી વિસ્તૃ રીતે તમારા સુધી પહોંચાડીશું. જે કંઈપણ તમારા માટે મહત્વપૂર્ણ છે તે કંઈપણ અમારા કવરેજમાં નહિ છૂટે.
અમે સોશિયલ મીડિયા અને ખાસ કરીને ટ્વિટરના ટ્રેન્ડ્સ પર પણ નજર રાખીશું. ટૉપ પબ્લિશર્સના લાઈવ વીડિયો, વાયરલ મીમ્સ, ટ્રેન્ડિંગ વીડિયો, કેટલીક એવી સિલેક્ટેડ વસ્તુ જે અમારા ચૂંટણીના વ્યાપક કવરેજમાં જોવા મળશે. એકવાર આંકડા સ્પષ્ટ થવા લાગશે તો બધા જ દ્રષ્ટિકોણથી વિશ્લેષણ પણ તમારી સમક્ષ રાખીશું. આ બધી જ અપડેટ તમે ડેઈલીહંટ એપ પર વાંચી શકશો.

IPL 2020 Auction: 14 વર્ષના નૂર અહેમદ પર સૌની નજર, ઈતિહાસ રચવાનો મોકોIPL 2020 Auction: 14 વર્ષના નૂર અહેમદ પર સૌની નજર, ઈતિહાસ રચવાનો મોકો

English summary
Get comprehensive coverage of Jharkhand assembly elections only on Dailyhunt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X