ગોલ્ડન બાબાનું 15 તોલા સોનુ અને કેશ લઈને ડ્રાઈવર ફરાર
સોના પ્રત્યે પોતાનો પ્રેમ અને દરેક વખતે સોનુ પહેરી રાખનાર ગાઝિયાબાદ ના સુધીર કુમાર ઉર્ફ ગોલ્ડન બાબાનો ડ્રાઈવર તેમનું 15 તોલા સોનુ અને 2 લાખ રૂપિયાની કેશ લઈને ફરાર
સોના પ્રત્યે પોતાનો પ્રેમ અને દરેક વખતે સોનુ પહેરી રાખનાર ગાઝિયાબાદ ના સુધીર કુમાર ઉર્ફ ગોલ્ડન બાબાનો ડ્રાઈવર તેમનું 15 તોલા સોનુ અને 2 લાખ રૂપિયાની કેશ લઈને ફરાર થઇ ગયો છે. ડ્રાઈવરે ગોલ્ડન બાબાના એપાર્ટમેન્ટમાંથી ચોરી કરી છે. ચોરી કરેલા સોનાની કિંમત લગભગ 5 લાખ રૂપિયા છે. ગોલ્ડન બાબાએ ચોરીની ફરિયાદ ઈન્દિરાપુરમ ચોકીમાં નોંધાવી છે.

પોલીસ શોધમાં લાગી
ગોલ્ડન બાબા તરફથી ફરિયાદ કર્યા પછી તરત પોલીસ જાંચ કરવામાં લાગી ગયી છે. પોલીસે જણાવ્યું કે આરોપીની મોબાઈલ લોકેશનને આધારે તેની શોધ કરવામાં આવી રહી છે. આરોપીનો મોબાઈલ ઘટના પછીથી બંધ આવી રહ્યો છે. પોલીસે જણાવ્યું કે ગોલ્ડન બાબાએ ડ્રાઈવરને પોલીસ વેરિફિકેશન વિના કામ પર રાખ્યો હતો, એટલા માટે તપાસ કરવામાં તકલીફ પડી રહી છે.

આ રીતે થયી ગોલ્ડન બાબાને શંકા
ગાઝિયાબાદના વૈભવખંડ માં રહેતા ગોલ્ડન બાબા ઘ્વારા જણાવવામાં આવ્યું કે મંગળવારે તેમને પંજાબ જવું હતું, ત્યારે તેમને ડ્રાઈવર પ્રદીપને ફોન કર્યો તો તેને કહ્યું કે તે ક્યાંય બહાર ગયો છે એટલે આજે નહીં આવી શકે. ડ્રાઈવરના વર્તાવ પર તેમને શંકા ગયી અને તેમને પોતાના એપાર્ટમેન્ટની તલાશી લીધી. તેમને જોયું કે બેડના દરાજ થી 2 લાખ રૂપિયા અને 15 તોલા સોનુ ગાયબ છે, જેના કારણે તેમને ફરી પ્રદીપને ફોન કર્યો ત્યારે તેનો મોબાઈલ બંધ આવ્યો. ત્યારપછી ગોલ્ડન બાબા ઈન્દિરાપુરમ ચોકી ગયા અને રિપોર્ટ નોંધાવી.

સોનાના શોખને કારણે ઓળખ બનાવી
સુધીર કુમાર ઉર્ફ ગોલ્ડન બાબા મૂળ રૂપે ગાઝિયાબાદના રહેનાર છે. દરેક વખતે સોનાથી લદાયેલું તેમનું શરીર લોકોનું ધ્યાન ખેંચે છે. ગળામાં સોનાની મોટી મોટી ચેન, હાથમાં બ્રેસલેટ અને હાથોમાં વીંટીઓ દરેકનું ધ્યાન તેમના તરફ ખેંચે છે. પ્રાઇવેટ સુરક્ષા એજેન્સીના ઘણા ગાર્ડ તેમની સાથે દરેક વખતે રહે છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
