Ghosi Bypoll: સીએમ યોગીએ મઉના રમખાણોની યાદ તાજી કરાવી, બોલ્યા- લડવા માટે આવ્યો હતો હું
Ghosi By Election: ઘોસી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને સમાજવાદી પાર્ટી પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. ભાજપ અને સપાના નેતા ચૂંટણી અભિયાનમાં લાગી ગયા છે. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે જનસભાને સંબોધિત કરી છે. જનસભાને સંબોધિત કરતી વખતે સીએમ યોગીએ નામ લીધા વિના અંસારી પરિવાર પર આકરો પ્રહાર કર્યો.

સીએમ યોગી આદિત્યનાથે અંસારી પરિવાર પર રાજકીય હુમલો બોલતાં કહ્યું, "ઘોસીની આ પેટાચૂંટણી મહત્વપૂર્ણ છે. ઘોસીમાં થઇ રહેલ પેટાચૂંટણીના મહત્વને 2005ના મઉ રમખાણોને નજીકથી મહેસૂસ કરતાં તેઓ જ સમજી શકશે."
સીએમ યોગીએ આગળ કહ્યું, "યાદ કરો 2005માં તાત્કાલીન સમાજવાદી પાર્ટીના નેતૃત્વમાં સરકાર ચાલી રહી હતી અને રમખાણ માફિયાઓ ખુલ્લેઆમ હત્યાઓ કરી રહ્યા હતા. ક્યાંક યાદવોની હત્યા કરી રહ્યા હતા તો ક્યાંક ગરીબોની હત્યા કરી રહ્યા હતા. ત્યારે સપાની સરકાર એ માફિયાઓનું કંઈ નહોતી કરી રહી અને કોંગ્રેસ પણ કંઈ નહોતી બોલી રહી."
વધુમાં સીએમ યોગીએ કહ્યું, "હું ગોરખપુરથી સાંસદ હતો અને ત્યારે આ રમખાણો વિરુદ્ધ લડવા માટે હું ગોરખપુરથી ચાલ્યો હતો. આજે વડાપ્રધાનના નેતૃત્વમાં જેવી યુપીમાં ભાજપની સરકાર બની કે આ માફિયા વ્હીલચેર પર પોતાના જીવની ભીખ માંગતા જોવા મળી રહ્યા છે. આજે કોઈની જમીન પર કોઈ કબ્જો કરે છે તો અમારું બુલડોઝર પણ તૈયાર રહે છે. "
જણાવી દઈએ કે ઘોસી પેટાચૂંટણીમાં ભાજપે દારા સિંહને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીએ સુધાકર સિંહને મેદાનમાં ઉતાર્યા છે. દારા સિંહ તાજેતરમાં સપા છોડી ભાજપમાં સામેલ થયા છે. દારા સિંહ ચૌહાણે વિધાનસભા ચૂંટણી 2022ની ઠીક પહેલાં ભાજપ છોડી સપામાં જોડાયા હતા. પરંતુ તેમણે આખરે ઘરવાપસી કરી લીધી છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત








Click it and Unblock the Notifications
