For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્ટિકલ 370નું સમર્થન કરનાર કોંગ્રેસ નેતાઓ પર ભડક્યા ગુલામનબી આઝાદ, આપી સલાહ

કોંગ્રેસના અમુક નેતાઓના આર્ટિકલ 370ના સમર્થનવાળા મંતવ્ય પર પાર્ટીના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે નારાજગી વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35એ હટાવવા અંગેના મોદી સરકારના નિર્ણય પર મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસમાં ફૂટ જોવા મળી રહી છે. દિગ્ગજ કોંગ્રેસી જનાર્દન દ્વિવેદી, રાયબરેલીથી ધારાસભ્ય અદિતિ સિંહ, મિલિન્દ દેવડા અને દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ આ મુદ્દે પાર્ટીથી અલગ મંતવ્ય વ્યક્ત કર્યુ છે. આ નેતાઓએ જમ્મુ કાશ્મીરના મુદ્દે મોદી સરકારના નિર્ણયનું સમર્થન કર્યુ છે. જો કે કોંગ્રેસના આ નેતાના મંતવ્ય પર પાર્ટીના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે નારાજગી વ્યક્ત કરી છે. ગુલામ નબી આઝાદે કહ્યુ કે જે લોકોને જમ્મુ કાશ્મીરનો અને કોંગ્રેસનો ઈતિહાસ ખબર નથી એ લોકો સાથે મારે કોઈ લેવાદેવા નથી.

કોંગ્રેસમાં મતભેદ વચ્ચે ગુલામ નબી આઝાદે કહી મોટી વાત

કોંગ્રેસમાં મતભેદ વચ્ચે ગુલામ નબી આઝાદે કહી મોટી વાત

સોમવારે મોદી સરકારે મોટુ પગલુ ઉઠાવીને જમ્મુ કાશ્મીરથી કલમ 370 ખતમ કરવાનો સંકલ્પ કર્યો. બાદમાં જમ્મુ કાશ્મીર રાજ્ય પુનર્ગઠન બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયુ. મોદી સરકારના આ નિર્ણયનો કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓએ સમર્થન કર્યુ. આમાં રાજ્યસભામાં પાર્ટીના ચીફ વ્હિપ ભુવનેશ્વર કલિતા, જેમણે આર્ટિકલ 370 પર પાર્ટીના વલણને જોતા રાજીનામુ આપી દીધુ. વળી, જર્નાદન દ્વિવેદી, અદિતિ સિંહ, દીપેંદર સિંહ હુડ્ડાએ પણ આ નિર્ણયના સમર્થનમાં અવાજ બુલંદ કર્યો. આ નેતાઓના નિવેદન વિશે જ્યારે રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદને સવાલ કરવામાં આવ્યો તો તેમણે આ નેતાઓને સલાહ પણ આપી દીધી.

કલમ 370નું સમર્થન કરનાર કોંગ્રેસીઓને આઝાદે આપી આ સલાહ

દિગ્ગજ કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદે કહ્યુ, ‘જે લોકોને જમ્મુ કાશ્મીર અને કોંગ્રેસનો ઈતિહાસ ખબર નથી, એ લોકો સાથે મારે કોઈ લેવાદેવા નથી. તે પહેલા કાશ્મીર અને કોંગ્રેસનો ઈતિહાસ વાંચે, પછી કોંગ્રેસમાં રહે.'

કલમ 370 પર રાહુલનુ જોરદાર ટ્વીટ

કલમ 370 પર રાહુલનુ જોરદાર ટ્વીટ

વળી, આ સમગ્ર મામલે રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને પોતાની વાત કહી. રાહુલ ગાંધીએ લખ્યુ, ‘જમ્મુ કાશ્મીરને બે ભાગાં વહેંચીને, ચૂંટેલા પ્રતિનિધિઓને જેલમાં નાખીને અને બંધારણનું ઉલ્લંઘન કરીને દેશનું એકાકીરણ ન કરી શકાય. દેશ તેની જનતાથી બને છે જમીનના ટૂકડાથી. સરકાર તરફથી શક્તિઓનો દૂરુપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે ઘાતક સાબિત થશે.'

આ પણ વાંચોઃ Pics: હનીમૂન મનાવવા ગયેલી નુસરત જહાંએ શેર કર્યા પોતાના બોલ્ડ ફોટાઆ પણ વાંચોઃ Pics: હનીમૂન મનાવવા ગયેલી નુસરત જહાંએ શેર કર્યા પોતાના બોલ્ડ ફોટા

English summary
Article 370: Ghulam Nabi Azad reacts Some Party leaders who supporting abrogation Article370
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X