થેલેસમિયાની કીટ કરાઇ રજૂ, વાંચો આજના ખાસ સમાચાર
આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો નવી દિલ્હી ખાતે થેલેસિયા ડાઇગ્નોસ્ટિક કિટને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ગુલામ નબી આઝાદ દ્વારા રજૂ કરવામાં આવી હતી.ભારતના ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ નવી દિલ્હી ખાતે આરબ સ્ટેટ્સ લીગના જનરલ સેક્રેટરી નાબિલ એલારાબી સાથે મુલાકાત કરી હતી. હૈદરાબાદ ખાતે બૉલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન અને અભિનેત્રી કૅટરિના કૈફ દ્વારા ધૂમ થ્રી ફિલ્મના પ્રમોશન માટે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

આરબ સ્ટેટના સેક્રેટરી સાથે મુલાકાત
ભારતના ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ નવી દિલ્હી ખાતે આરબ સ્ટેટ્સ લીગના જનરલ સેક્રેટરી નાબિલ એલારાબી સાથે મુલાકાત કરી હતી.

થેલેસમિયાની કીટ
નવી દિલ્હી ખાતે થેલેસમિયા ડાઇગ્નોસ્ટિક કિટને રજૂ કરી રહેલા કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ગુલામ નબી આઝાદ.

ગુઆહાટીમાં વિરોધ
ગુવાહાટી ખાતે બાંગ્લાદેશીઓની ઘુસણખોરીની ચેકિંગ અને માંગણીઓ સાથે સેટેલાઇટ ઓટોનોમસ કાઉન્સિલ માટે વિરોધ કરી રહેલા એએજીએડીજેપીના કાર્યકર્તાઓ.

લાલુની પત્રકાર પરિષદ
જેલમાંથી છૂટ્યા બાદ લાલુ પ્રસાદ યાદવે પોતાના પુત્ર સાથે રાંચીમાં પત્રકાર પરિષદ બોલાવી હતી.

મનિપુરી ડાન્સ
ભોપાલ સ્થિત મધ્યપ્રદેશ ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે નિત્ર પુજા ડ્રામા ડાન્સ રજૂ કરી રહેલા મનિપુરી કલાકારો.

સંસદમાં શિયાળુ સત્ર
શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં હાજર રહેલા લોકસભામાં સભ્યો.

સંસદ ભવનની મુલાકાત
નવી દિલ્હી ખાતે સંસદ ભવનની મુલાકાતે આવેલી શાળાની વિદ્યાર્થિનીઓ.

ટેનિસ પ્લેયર સાથે મસ્તી
બેંગ્લોરમાં એક ઇવેન્ટ દરમિયાન ટેનિસ પ્લેયર રોહન બોપન્ના સાથે મસ્તી કરી રહેલી બૉલીવુડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ.

ધૂમ થ્રીનું પ્રમોશન
હૈદરાબાદ ખાતે બૉલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન અને અભિનેત્રી કૅટરિના કૈફ દ્વારા ધૂમ થ્રી ફિલ્મના પ્રમોશન માટે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
