For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ-કાશ્મીર LG પદથી રાજીનામું આપ્યા બાદ ગિરીશ ચંદ્ર મુર્મૂને દેશના નવા CAG નિયુક્ત કરાયા

જમ્મુ-કાશ્મીર LG પદથી રાજીનામું આપ્યા બાદ ગિરીશ ચંદ્ર મુર્મૂને દેશના નવા CAG નિયુક્ત કરાયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યા બાદ ગિરીશ ચંદ્ર મુર્મૂને ભારતના નવા CAG નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ રાજીવ મહર્ષિની જગ્યા લેશે. મુર્મીના સ્થાને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હાને જમ્મુ અને કાશમીરના નવા ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જાણકારી આપવામાં આવી હતી કે મુર્મૂના રાજીનામાને સ્વીકારી લેવામાં આવ્યું છે. પહેલેથી જ આ વાતનો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે મુર્મૂને કેગ નિયુક્ત કરાશે.

girish chandra murmu

નિયુક્તિ પહેલા સૂત્રોએ જણાવ્યું હતું કે મુર્મૂએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું અને તેમને દેશના નવા કેગ તરીકે નિયુક્ત કરવામાં આવશે. જણાવી દઈએ કે ઑડિટર રાજીવ મહર્ષિ 65 વર્ષના થઈ ગયા હોવાથી તેઓ રિટાયર થયા છે, ત્યારે તેમની જગ્યાએ મુર્મૂની નિયુક્તિ કરવામાં આવી છે.

જીસી મુર્મૂના રાજીનામા બાદ મનોજ સિન્હાને જમ્મુ-કાશ્મીરના નવા લેફ્ટિનેન્ટ ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા છે. મનોજ સિન્હા મોદી સરકારના પહેલા કાર્યકાળમાં રેલવે રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે ઉત્તર પ્રદેશની ગાજીપુર સીટથી ચૂંટણી લડી હતી. જો કે તેઓ ચૂંટણી હારી ગયા હતા. સપા- બસપા ગઠબંધનમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર અફજાલ અંસારીએ તેમને ચૂંટણી મેદાનમાં હરાવી દીધા હતા.

શ્રેય હોસ્પિટલની દુર્ઘટનાઃ પીએમ મોદીની 2 લાખ તો સીએમ રૂપાણીની 4 લાખની સહાયની ઘોષણાશ્રેય હોસ્પિટલની દુર્ઘટનાઃ પીએમ મોદીની 2 લાખ તો સીએમ રૂપાણીની 4 લાખની સહાયની ઘોષણા

English summary
Girish Chandra murmu appointed as new CAG of india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X