VIRAL VIDEO: જ્યારે સંગીતની ધૂન પર થિરકવા લાગી ‘સીતા'

સોશિયલ મીડિયા પર માતા સીતા બનેલી એક નાની બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે.

સોશિયલ મીડિયા પર માતા સીતા બનેલી એક નાની બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે. વીડિયોમાં ત્રણ બાળકો ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા રૂપે જોવા મળી રહ્યા છે. આમાં એક નાના બાળકીએ ઢોલની તાલ પર ડાંસ કરીને બધાનુ દિલ જીતી લીધુ. બાળકીના ડાંસનો વીડિયો હવે ફેસબુક, ટ્વીટર અને વૉટ્સએપ પર વાયરલ થઈ રહ્યો છે. લોકો બાળકીની પ્રશંસામાં ખૂબ કમેન્ટ કરી રહ્યા છે.

sita

રામ અને લક્ષ્મણના રૂપમાં બંને બાળકો શાંત ઉભા છે. વળી, સીતા માતા બનેલી નાની બાળકી જોરદાર ડાંસ કરી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે જેવુ ઢોલ વાગવુ શરૂ થાય છે તે બાળકી પોતાની ધૂનમાં નાચવા લાગે છે તેને જોઈને આસપાસ ઉભેલા લોકો હસવા લાગે છે અને તેના કોન્ફીડન્સની પ્રશંસા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો કમેન્ટ અને લાઈક રૂપે બાળકી પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે લખ્યુ, બાળકીએ મને ખુશ કરી દીધી છે, કેટલી પ્રેમાળ બાળકી છે. એક અન્ય યુઝરે લખ્યુ મે પહેલી વાર આટલો ક્યુટ વીડિયો જોયો છે, આ વીડિયોએ મારુ મન બનાવી દીધુ.

આ વીડિયોએ ટ્વીટર પર ધમાલ મચાવી દીધી છે. આના પર લોકો ભરી ભરીને કમેન્ટ કરી રહ્યા છે. મા સીતાની જેમ સજેલી નાની બાળકી પોતાની ચુલબુલી હરકતોથી બધાનુ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહી છે. જ્યાં રામ, લક્ષ્મણ બનેલા બંને બાળકો ચૂપચાપ ઉભા છે ત્યાં સીતા ઉછળી ઉછળીને ડાંસ કરી રહી છે. બાળકીનો ચુલબુલો અંદાજ લોકોને ઘણા પસંદ આવી રહ્યો છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર આ વીડિયો એટલો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને અત્યાર સુધી 16 હજાર લોકોએ લાઈક કર્યો છે. વળી, આ વીડિયોને 4 હજારથી વધુ વાર રીટ્વિટ કરવામાં આવ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X