યુવતીનો આરોપ, એસપી નેતાએ બળાત્કાર કરી બનાવ્યો MMS

યુવતીનો આરોપ છે કે આ લોકોએ તેનો એમએમએસ બનાવ્યો અને બ્લેકમેલ કરી 50 હજાર રૂપિયા પડાવી લીધા. પોલીસના જણાવ્યા અનુસાર કોતવાલી વિસ્તારની એક યુવતીએ પોલીસ કમિશ્નર ગોવિન્દ અગ્રવાલને લેખિતમાં ફરિયાદ કરી છે કે એસપી નેતા વિશાલ સેઠ તથા ત્રણ સાથિયોએ નોકરી અપાવવાની લાલચ આપીને તેનું શારિરીક શોષણ કર્યું અને તેની અશ્લીલ વીડિયો ફિલ્મ બનાવી. ત્યારબાદ તેને ઘણા સમય સુધી બ્લેકમેલ કરી હતી.
પોલીસ કમિશ્નરના આદેશ પર શહેર કોતવાલીમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધી તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે. પોલીસે જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં એ વાત સામે આવી છે છે કે યુવતી અને એસપી નેતા સાથે ખૂબ નજીકના સંબંધો હતા. અને યુવતીએ આ જ નેતાના માધ્યમથી દાગીના ગીરે મુકીને તેને રૂપિયા આપ્યા હતા. પરંતુ નોકરી નહીં લાગવા અને પૈસા પાછા નહીં મળવા પર બંનેમાં મતભેદ થઇ ગયો હતો.












Click it and Unblock the Notifications
