શર્મશાર: 3 વર્ષ બાદ શેતાનોએ તે જ છોકરીનો ફરી કર્યો ગેંગરેપ....
હરિયાણામાં એક એવી ઘટના સામે આવી છે જેને માનવતાને શર્મશાર કરી નાખી છે. અહીં રોહતકમાં ગેંગરેપની શિકાર છોકરીને ઉઠાવી ને તેની સાથે બીજી વાર ગેંગરેપ કરવા માં આવ્યો છે આપણે જણાવી દઈએ કે 3 વર્ષ પહેલા આ જ છોકરી સાથે ગેંગરેપ થયો હતો આ મામલામાં 5 આરોપી પીડિતા પર કેસ પાછો લેવા માટેનું દબાણ કરી રહ્યા હતા.

પીડિતાએ જ્યારે કેસ પાછો લેવાની ના પાડી ત્યારે આ આરોપીઓ એ 3 વર્ષ બાદ ફરી તેની સાથે ગેંગરેપ કર્યો. આ ઘટનાએ હરિયાણાની ન્યાય વ્યવસ્થા પર સવાલ ઉભા કરી દીધા છે. જાણકારી મુજબ 3 વર્ષ પહેલા જ્યારે પીડિતા પર ગેંગરેપ થયા બાદ પીડિતા ભવાનીથી રોહતક શિફ્ટ થઈ ગયી હતી. તે અહીં તેનો અભ્યાસ કરી રહી હતી જામીન પર બહાર હોવાથી આરોપીઓ તેના પર દબાવ બનાવી રહ્યા હતા.

છોકરીએ જ્યારે ના પાડી ત્યારે આરોપીઓ કોલેજથી પાછા ફરતી વખતે તે છોકરીનું અપહરણ કરી લીધું પછી તેની સાથે ગેંગરેપ કર્યો. પીડિતાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ આખા મામલાની જાંચ કરી રહી છે.

કહેવામાં આવી રહ્યું કે આખા મામલાની સુનાવણી 2 દિવસ પછી કરવામાં આવશે. આવામાં આ આરોપીઓનો કોઈ બીજો પણ આશ્રય હોઈ શકે છે. પરંતુ મોટો સવાલ એ છે કે પીડિતા આટલો મોટો અને સંગીન આરોપ લગાવી રહી છે કે ધરપકડમાં આટલી વાર કેમ લાગે છે.

આ મામલાને લઈને રાજનીતિ પણ ગરમાવી રહી છે.












Click it and Unblock the Notifications
