પ્રેમ માટે યુવતીએ જેન્ડર પરિવર્તન કરાવીને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા, જાણો પુરી લવ સ્ટોરી
પ્રેમ માટે પ્રેમીઓ કોઈપણ હદ વટાવી જતા હોય છે. જે આપણે જે યુવતીની વાત કરવા જઈ રહ્યા છીએ તે આવા તમામ પ્રેમીઓથી એક કદમ આગળ નીકળી ગઈ છે.
આજકાલ ઈન્દોરના એક લગ્ન દુનિયાભરમાં ચર્ચામાં છે. આ લગ્નની વાત સાંભળીને લોકો ચૌકી રહ્યા છે. ઇન્દોરમાં આ પ્રકારના લગ્ન પહેલી વખત જોવા મળ્યા છે.

હાલમાં જ સુપ્રીમ કોર્ટે ટ્રાન્સજેન્ડર લગ્નને કાનૂની માન્યતા આપી છે ત્યારે આ માન્યતા મળ્યા બાદ હવે લિંગ પરિવર્તન કરાવીને લગ્ન કરી શકાશે. જો કે પરિવારના સભ્યોને તેની સામે કોઈ વાંધો ન હોય. બંનેના પરિવારજનોને ઈન્દોરમાં થયેલા અનોખા લગ્ન સામે કોઈ વાંધો નહોતો, તેઓએ આ લગ્ન માટે સંમતિ આપી દીધી હતી.
ઇન્દોરમાં પ્રથમ વખત ટ્રાન્સજેન્ડર લગ્નને કાનૂની માન્યતા મળ્યા પછી મહિલામાંથી પુરૂષ બનેલા આ પુરુષે ગુરુવારે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ એક છોકરી સાથે લગ્ન કર્યા.
અસ્તિત્વ અલ્કાએ તેના 47માં જન્મદિવસે મહિલામાંથી પુરુષમાં બદલવા માટે સર્જરી કરાવી અને તેનું નામ બદલીને અસ્તિત્વ રાખ્યું. આસ્થાએ જેની સાથે લગ્ન કર્યા હતે તેની બહેનની મિત્ર છે. જે શરૂઆતથી જ અલકામાં આવેલા આ બદલાવથી વાકેફ હતા.
આસ્થા અસ્તિત્વમાં આવી તેના 5-6 મહિના પહેલા વાતચીત શરૂ થઈ હતી. આસ્થાએ કહ્યું કે, અમે ખૂબ વિચારણા કર્યા પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો. બંનેના પરિવારને કોઈ વાંધો નહોતો. આ પછી બંનેએ લગ્ન કરવા માટેની તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂરી કરી અને ત્યારબાદ કાનૂની કોર્ટ મેરેજમાં લગ્ન કર્યા. આ અનોખા લગ્નમાં લોકો ઓછા હતા, પરંતુ આ લગ્નની ચર્ચા આખા શહેરમાં થઈ રહી છે.












Click it and Unblock the Notifications
