
દિલ્હીની છોકરી પર પલવલમાં 25 લોકોએ રેપ કર્યો, મુખ્ય આરોપી ફેસબુક ફ્રેન્ડની ધરપકડ
હરિયાણાના પલવલમાં દિલ્હીની એક છોકરી પર ગેંગરેપની સનસનીખેજ ઘટના સામે આવી છે. યુવતી સાથે રાતભર વારા ફરતી 25 લોકોએ હેવાનિયત કરી. ઘટનાના 9 દિવસ બાદ પીડિતાએ પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી છે. યુવતીની વાત સાંભળી પોલીસ પણ દંગ રહી ગઈ. પોલીસે આ મામલે તરત કાર્યવાહી કરતાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. હસનપુર પોલીસ સ્ટેશનના એસએચઓ રાજેશે જણાવ્યું કે તેમણે શુક્રવારે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. તેમણે કહ્યું કે પૂછપરછ થઈ રહી છે. જલદી જ અન્ય આરોપીઓની ધરપકડ પણ કરી લેવાશે.
લગ્નનું વચન આપી મા-બાપને મળવા ઘરે બોલાવી હતી
જાન્યુઆરી મહિનામાં ફેસબુક પર સાગર (23) નામના એક યુવક સાથે તેની મિત્રતા થઈ હતી. બંને વચ્ચે ચેટ થવા લાગી, દોસ્તી વધવા પર બંનેએ એકબીજાને પોતાના મોબાઈલ નંબર આપ્યા અને પછી બંને વચ્ચે કલાકો સુધી મોબાઈલ પર વાત થવા લાગી. યુવતીએ જણાવ્યું કે તે ઘરોમાં કામ કરે છે અને ચાર વર્ષથી દિલ્હીમાં રહે છે. તેણે જણાવ્યું કે યુવકે તેને લગ્નનું વચન આપ્યું હતું. યુવકે તેને પોતાના માતા પિતા પલવડના હોડલ ગામમાં રહેતા હોવાનું જણાવ્યું. તે તેને પોતાના માતા પિતા પિતા સાથે મળાવવા માંગે છે. યુવકે યુવતીને જૂઠું બોલી તેના ગામ બોલાવી.
Fact Check: શું ખરેખર વરસાદથી કોરોના સંક્રમણની ગતિ અટકશે, જાણો વાયરલ મેસેજની સચ્ચાઈ
યુવતીએ જણાવ્યું કે 3 મેના રોજ તે હોડલ ગામ ગઈ અને સાગરને મળી, પરંતુ સાગર તેને ઘરે લઈ જવાને બદલે રામગઢ ગામના જંગલમાં લઈ ગયો, જ્યાં તેનો ભાઈ સમુંદર અને તેના દસ્તો ત્યાં એક ટ્યૂબવેલ પાસે દારૂ પી રહ્યા હતા. યુવતીએ જણાવ્યું કે સાગર સાથે જેવીજ જંગલમાં પહોંચી ત્યાં રહેલા અન્ય લોકોએ તેને દબોચી લીધી. જંગલમાં જ રાતભર તેની સાથે વારા ફરતી રેપ કર્યો. સવાર સુધી તેની સાથે હેવાનિયત કરતા રહ્યા. આગલા દિવસે એ લોકો તેને આકશ નામના એક સ્ક્રેપ ડીલર પાસે લઈ ગયા, જ્યાં પાંચ લોકોએ તેના પર રેપ કર્યો. છોકરીની તબીયત બગડવા લાગી તો તેને બદરપુર બોર્ડર પાસે ફેંકી દઈ ફરાર થઈ ગયા. યુવતી કેમક કરીને પોતાના ઘરે પહોંચી, પરંતુ તેની હાલત ખરાબ હતી. આ ઘટનાથી બહાર આવવામાં તેને 9 દિવસ લાગ્યા. જે બાદ તે હસનપુર પોલીસ સ્ટેશને પહોંચી અને સાગર સહિત અન્ય 24 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી.