છોકરીઓ પોતાની યૌન ઈચ્છાઓ કાબુમાં રાખે, જાણો હાઈકોર્ટે કેમ આવુ કહ્યું?
કોલકાતા હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન છોકરીઓને માર્મિક સલાહ આપી છે. કોર્ટે સલાહ આપતા કહ્યું કે, સગીર છોકરીઓએ પોતાની જાતીય ઈચ્છાઓ પર નિયંત્રણ રાખે.
કોર્ટે કહ્યું કે, છોકરાઓને પણ તેમનું સન્માન કરીને આ શીખવવું જોઈએ. કોલકાતા હાઈકોર્ટે સગીર છોકરીની જાતીય સતામણીના કેસમાં આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી અને છોકરાને નિર્દોષ જાહેર કર્યો. આ પહેલા નીચલી કોર્ટે આ કેસમાં છોકરાને દોષી માનીને સજા સંભળાવી હતી.

કોર્ટ પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલા એક કેસની સૂનાવણી કરી રહી હતી. એક છોકરી અને છોકરા વચ્ચે પ્રેમ પ્રકરણમાં પરસ્પર સંમતિથી શારીરિક સંબંધો બંધાયા બાદ હતા. યુવતી સગીર હતી અને તે 18 વર્ષની થઈ ત્યાર બાદ યુવતીએ તેના પ્રેમી સાથે લગ્ન કર્યા હતા.
નીચલી અદાલતે છોકરાને દોષી ઠેરવ્યો અને તેને સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધવા બદલ સજા સંભળાવી હતી. આ પછી મામલો કોલકાતા હાઈકોર્ટ પહોંચ્યો.
હાઈકોર્ટના જસ્ટિસ ચિત્તરંજન દાસ અને પાર્થ સારથી સેને કેસની સુનાવણી કરતા કહ્યું કે, બંને વચ્ચે શારીરિક સંબંધો પરસ્પર સહમતિથી થયા હતા. આ કારણથી માત્ર છોકરાને દોષ ન આપી શકાય. આ કેસમાં હાઈકોર્ટે છોકરાને નિર્દોષ જાહેર કર્યો.
હાઈકોર્ટે આવા કેસોમાં POCSO ના ઉપયોગ અંગે પણ ચિંતા વ્યક્ત કરી અને સૂચવ્યું કે 16 વર્ષથી વધુ ઉંમરના કિશોરો વચ્ચે સહમતિથી સેક્સને અપરાધ શ્રેણી માથી બહાર કરવું જોઈએ.
કોર્ટે કહ્યું કે, કિશોરોમાં સેક્સ સામાન્ય છે પરંતુ જાતીય ઈચ્છા પુરુષો અને સ્ત્રીઓની અમુક ક્રિયાઓ પર નિર્ભર કરે છે. કોર્ટે કહ્યું કે, સગીર છોકરીઓ બે મિનિટનો જાતીય આનંદ માણવા માટે તૈયાર છે પરંતુ તેમણે પોતાની જાતીય ઈચ્છાઓ પર કાબૂ રાખવો જોઈએ અને પોતાની ગરિમા અને સ્વાભિમાનનું રક્ષણ કરવું જોઈએ.












Click it and Unblock the Notifications
