For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MCDમાંથી ભ્રષ્ટાચાર ખતમ કરવા AAPને મોકો આપો-કેજરીવાલ

દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મામલો મેદાને છે. એક તરફ આમ આદમી પાર્ટી સત્તા મેળવવા માટે સતત બીજેપી પર ભ્રષ્ટાચારના આરોપો લગાવી રહી છે તો બીજી તરફ બીજેપી સત્તા ટકાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મામલો મેદાને છે. એક તરફ આમ આદમી પાર્ટી સત્તા મેળવવા માટે સતત બીજેપી પર ભ્રષ્ટાચારના આરોપો લગાવી રહી છે તો બીજી તરફ બીજેપી સત્તા ટકાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. રવિવારે મતદાન થવા જઈ રહ્યુ છે ત્યારે હવે કેજરીવાલે આપને એક મોકો આપવા માટે કહ્યું છે.

AAP

કેજરીવાલ સતત બીજેપી પ્ર પ્રહારો કરી રહ્યા છે ત્યારે આજે કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટીને ભ્રષ્ટાચારથી ઘેરાયેલા MCDને સાફ આમ આદમી પાર્ટીને એક મોકો આપો. કેજરીવાલ વેપારીઓ એક સભાને સંબોધન કરી રહ્યા હતા, અહીં તેમણે કહ્યું કે, એવું ક્યારેય બન્યું નથી કે એક જ પાર્ટીએ દિલ્હી સરકાર અને MCD પર નિયંત્રણ કર્યું હોય.

કેજરીવાલે અહીં જણાવ્યુ કે, પરિવર્તનની જરૂર છે. પરિવર્તન જરૂરી છે. બદલાવ માટે અહંકાર પુરતુ કારણ છે. જો કોઈ બદલાવ ન આવે તો ગુજરાતમાં ભાજપ દ્વારા જે થયું તે જ રીતે ઘમંડ આવે છે. તેઓ 15 વર્ષથી MCD પર શાસન કરી રહ્યા છે અને બદલાવની જરૂર છે.

દિલ્હીમાં આમ આદમી પાર્ટી પુરી તાકાત સાથે ચૂંટણીમાં ઉતરી છે ત્યારે કેજરીવાલે કહ્યું કે, આટલા વર્ષોમાં એવું ક્યારેય નથી બન્યું કે દિલ્હી સરકાર અને MCDમાં એક જ પક્ષ હોય. આ વખતે એક પક્ષની સરકાર બનાવવાનો પ્રયાસ કરીએ. મને પણ આરામ રહેશે. હું ધારાસભ્ય અને કોર્પોરેટરને ફોન કરીને પૂછીશ કે કામ કેમ થયું નથી.

કેજરીવાલે મોટો આરોપ લગાવતા કહ્યું કે, MCD ભ્રષ્ટાચારમાં સામેલ છે અને ભારતીય જનતા પાર્ટીનો તેને સાફ કરવાનો કોઈ ઈરાદો નથી. MCDમાં ભ્રષ્ટાચારની સમસ્યા છે. ઈરાદો સ્પષ્ટ નથી. જો ઈરાદો સ્પષ્ટ હોત તો તમામ મુશ્કેલીઓનો અંત આવ્યો હોત. અમે ઘણી વસ્તુઓ કરી છે. જો અમે એમસીડીમાં સત્તામાં આવીશું તો ત્રણ-ચાર મહિનામાં ભ્રષ્ટાચારની સમસ્યા દૂર થઈ જશે.

અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હી MCD માટે 4 ડિસેમ્બરે 250 વોર્ડ માટે મતદાન થવાનું છે. આ ચૂંટણીનું પરિણામ 7 ડિસેમ્બરે જાહેર કરાશે.

English summary
Give AAP a chance to end corruption from MCD-Kejriwal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X