
દુનિયાભરમાં 6.2 મિલિયન લોકો કોરોનાથી સંક્રમિત, ભારતમાં 1,98,706
કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. દુનિયાભરના લોકો કોરોનાની ચપેટમાં છે. આ વાયરસે મોટા મોટા શક્તિશાળી દેશોને ઘૂંટણિયે લાવી દીધા છે. વળી, આ વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)ના જણાવ્યા મુજબ દુનિયાભરમાં કોરોનાના 62 લાખ દર્દી છે જે આ વાયરસની ચપેટમાં છે.
જો ભારતની વાત કરીએ તો કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ભારતમા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા અત્યાર સુધીમાં 198706 સુધી પહોંચી ગઈ છે. વળી, કોરોના વાયરસના કારણે અત્યાર સુધી ભારતમાં 5598 લોકોના મોત થઈ ગયા છે. વળી, દેશમાં 97581 સક્રિય કેસ છે જ્યારે 95526 લોકો કોરોના સામે જંગ જીતીને રિકવર થઈને ઘરે જઈ ચૂક્યા છે.
જો વૈશ્વિક સ્થિતિ પર નજર નાખીએ તો WHOના જણાવ્યા મુજબ દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ વધીને 62 લાખ પહોંચી ગયા છે. જ્યારે દુનિયાભરમાં એક વાયરસથી 3 લાખ 73 હજારથી વધુ લોકોનો મોત થઈ ચૂક્યા છે. WHOના આંકડા મુજબ દુનિયાભરમાં 6194533 લોકો કોરોનાથી સંક્રમિત છે. માત્ર છેલ્લા 24 કલાકમાં દુનિયાભરમાં કોરોનાના 113,198 નવા કેસ સામે આવ્યા છે અને 24 કલાકમાં 4242 લોકોએ દમ તોડી દીધો છે.
અમેરિકામાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ છે. ડબ્લ્યુએચઓના જણાવ્યા મુજબ અમેરિકામાં 2.9 મિલિયન લોકો કોરોનાથી સંક્રમિત છે. વળી, 163000 લોકો કોરોના વાયરસના સંક્રમણથી મરી ગયા. વળી, યુરોપમાં કોરોના વાયરસની ચપેટમાં આવીને સૌથી વધુ લોકોના મોત થયા છે. અહીં અત્યાર સુધી 182000 લોકોના મોત થઈ ચૂક્યા છે.
WHO says global coronavirus tally nears 6.2 million
— ANI Digital (@ani_digital) June 3, 2020
Read @ANI Story | https://t.co/5mhoPLDCb7 pic.twitter.com/yHtBpNBa0Y
Cyclone Nisarga: મુંબઈથી આવતી-જતી ટ્રેનોનુ શિડ્યુલ બદલાયુ, ફ્લાઈટો પણ રદ