For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Global South Summit: પીએમ મોદીએ ઘોષણા કરેલ 'આરોગ્ય મૈત્રી' પ્રોજેક્ટ શું છે? જાણો અહીં

ગ્લોબલ સાઉથ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે આરોગ્ય મૈત્રી પ્રોજેક્ટની ઘોષણા કરી. જે હેઠળ કુદરતી આફતોથી પ્રભાવિત કોઈ પણ વિકાસશીલ દેશને ચિકિત્સા આપૂર્તિ કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

Global South Summit: ભારતે પ્રૌદ્યોગિકીથી લઈને આરોગ્ય સુધીના તમામ ક્ષેત્રે ગ્લોબલ સાઉથની મદદ માટે ત્રણ પહેલોનુ શુક્રવારે અનાવરણ કર્યુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય મૈત્રી પ્રોજેક્ટની ઘોષણા કરી છે. તેમણે કહ્યુ કે આરોગ્ય મૈત્રી પ્રોજેક્ટ હેઠળ કુદરતી આફતોથી પ્રભાવિત કોઈ પણ વિકાસશીલ દેશને ચિકિત્સા આપૂર્તિ કરવામાં આવશે.

narendra modi

વર્ચ્યુઅલ વૉઈસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટના સમાપન સત્રને સંબોધતા પીએમ મોદીએ કહ્યુ કે ભારત સ્પેસ ટેક્નોલૉજી અને ન્યૂક્લિયર એનર્જી જેવા ક્ષેત્રોમાં તેની કુશળતા શેર કરવા માટે ગ્લોબલ સાઉથ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઈનિશિએટિવ લૉન્ચ કરશે. પીએમ મોદીએ કહ્યુ કે સંશોધન માટે ગ્લોબલ સાઉથ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના કરશે. વિકાસ સોલ્યુશન્સ કે જે સમગ્ર વિશ્વમાં માપી શકાય અને લાગુ કરવામાં આવી શકે છે.

નવી દિલ્લીમાં આયોજિત બે દિવસીય શિખર સંમેલનને 20 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના સમૂહની ભારતની અધ્યક્ષતા દરમિયાન જી20 માં ચર્ચાઓમાં સામેલ કરવા માટે વિકાસશીલ દેશો સાથે વિચારો અને સૂચનો શેર કરવા માટે એક મંચ તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યુ. સમાપન સત્રમાં પીએમ મોદીએ શિખર સંમેલનને 'ગ્લોબલ સાઉથની સૌથી મોટી સમિટ' ગણાવી હતી કારણ કે તેએ 120થી વધુ વિકાસશીલ દેશોને આકર્ષિત કર્યા છે.

કોરોના વાયરસ રોગચાળા દરમિયાન 100થી વધુ દેશોમાં રસી સપ્લાય કરતી ભારતની 'વેક્સીન મૈત્રી' પહેલનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ 'આરોગ્ય મૈત્રી' પ્રોજેક્ટની જાહેરાત કરી. પીએમ મોદીએ કહ્યુ કે આ અંતર્ગત ભારત કુદરતી આફતો અથવા માનવીય સંકટથી પ્રભાવિત કોઈપણ વિકાસશીલ દેશને આવશ્યક તબીબી પુરવઠો પૂરો પાડશે.

PM મોદીએ એવી પણ જાહેરાત કરી હતી કે ભારત ગ્લોબલ સાઉથમાં સંશોધન વિકાસ ઉકેલો અથવા સર્વોત્તમ પ્રથાઓ માટે ગ્લોબલ સાઉથ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના કરશે. પીએમ મોદીએ કહ્યુ, 'ભારતે સ્પેસ ટેક્નોલૉજી અને ન્યૂક્લિયર એનર્જી જેવા ક્ષેત્રોમાં પણ ઘણી પ્રગતિ કરી છે. આપણે આપણી કુશળતાને અન્ય વિકાસશીલ દેશો સાથે શેર કરવા માટે 'ગ્લોબલ સાઉથ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનિશિયેટિવ' શરૂ કરીશુ.'

English summary
Global South Summit: PM Modi announces Aarogya Maitri project, know the details here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X