For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અથડામણમાં ચીની પક્ષને પણ નુકસાન થયું, ચીનના સરકારી સમાચાર પત્રના સંપાદકે કહ્યું કે...

અથડામણમાં ચીની પક્ષને પણ નુકસાન થયું, ચીનના સરકારી સમાચાર પત્રના સંપાદકે કહ્યું કે...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લદ્દાખની ગેલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથે થયેલ અથડામણમાં પાંચ ચીની સૈનિકો મૃત્યુ પામ્યા છે અને 11 ઘાયલ થયા છે. ચીનના સરકારી સમાચાર પત્ર ધી ગ્લોબલ ટાઇમ્સના એક સીનિયર રિપોર્ટરે આ જાણકારી આપી છે. અખબારના એક ટ્વીટે આ દરમિયાન જોર આપી કહ્યું કે આ અથડામણમાં કેટલા સૈનિકના મોત થયાં તે અંગે વાસ્તવમાં છાપવામાં નથી આવ્યું. ગ્લોબલ ટાઇમ્સના એડિટર ઇન ચીફે ટ્વીટ કર્યું, મારી જાણકારી મુજબ ગેલવાન ઘાટીમાં થેયલ શારીરિક ઝડપમાં ચીની પક્ષને પણ ભારે નુકસાન થયું છે. હુ ભારતીય પક્ષને કહેવા માંગું છું કે ઘમંડ ના કરો અને ચીનના સંયમને કમજોર સમજવાની ભૂલ ના કરો. ચીન ભારત સાથે સંઘર્ષ નથી ઇચ્છતું પરંતુ તેનાથી અમે ભયભીત પણ નથી.

china

અગાઉ ભારતે આ વાતની પુષ્ટિ કરી હતી કે ચીની સૈનિકો સાથે રાતે થયેલ અથડામણમાં તેમના એક કર્નલ અને બે સૈનિક શહીદ થયા. સેનાના સૂત્રોએ જણાવ્યું કે બંને પક્ષો તરફથી કોઇ ગોળીબાર નથી થયો અને પથ્થર- ડંડાનો ઉપયોગ કર્યો હતો. સેના તરફથી કહેવામાં આવ્યું હતું કે બીજા પક્ષના સૈનિકોને પણ નુકસાન પહોંચ્યું છે જો કે આ અંગે વિવરણ આપવામાં નહોતું આવ્યું. ચીનના વિદેશ મંત્રાલયે આરોપ લગાવ્યો હતો કે ભારતીય સૈનિકોએ તેમના ક્ષેત્રમાં અનાધિકૃત રૂપે પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન સેનાએ કહ્યું કે બંને પક્ષોના મેજર જનરલો વચ્ચે વાતચીત ચાલુ છે.

બીજી તરફ રક્ષા મંત્રી રાજનાથ સિંહે વિદેશ મંત્રી એસ જયશંકર, સીડીએસ બિપિન રાવત અને ત્રણેય સેનાના પ્રમુખ સાથે બેઠક કરી છે. હાલાતને લઇ સવારે 7.30 વાગ્યાથી ભારત અને ચીન વચ્ચે બેઠક ચાલી રહી છે ચીન સતત ભારત સાથે બેઠકની માંગણી કરી રહ્યું છે. જાણખારી મુજબ ભારતીય સેનાના એક કર્નલ અને 2 સૈનિક જે જગ્યાએ શહિદ થયા તે લદ્દાખનો બરફીલો વિસ્તાર છે.

ભારત - ચીન સરહદ પણ અથડામણ: આર્મી ચીફ નરવાણેએ રદ્દ કર્યો પઠાણકોટનો પ્રવાસભારત - ચીન સરહદ પણ અથડામણ: આર્મી ચીફ નરવાણેએ રદ્દ કર્યો પઠાણકોટનો પ્રવાસ

English summary
global times editor said china also suffured casualties in ladakh today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X