For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Goa Election Result: પણજી સીટ પર મનોહર પરિકરના દીકરા ઉત્પલ પરિકર ચાલી રહ્યા છે પાછળ

સવારે 11 વાગ્યા સુધી મતગણતરી દરમિયાન ઉત્પલ પાછળ ચાલી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

પણજીઃ ગોવામાં 40 વિધાનસભા સીટો પર થયેલ ચૂંટણીના આજે પરિણામ સામે આવવાના છે જેના માટે મતગણતરી ચાલુ છે. પ્રારંભિક રુઝાનમાં ઉમેદવારોઓના આગળ-પાછળ થવાનો સિલસિલો ચાલુ છે. આ કડીમાં પણજી વિધાનસભા સીટ પર બધાની નજર છે કારણકે આ સીટથી ભાજપના દિવંગત પૂર્વ મંત્રી મનોહર પરિકરના દીકરા ઉત્પલ પરિકર અપક્ષ લડી રહ્યા છે. સવારે 11 વાગ્યા સુધી મતગણતરી દરમિયાન ઉત્પલ પાછળ ચાલી રહ્યા છે. આ વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર Atanasio Monserrate આગળ ચાલી રહ્યા છે.

Utpal

ભાજપના ઉમેદવાર અતાનાસિયો મોંસેરાતે 6531 મત મેળવીને પહેલા સ્થાન પર છે. જ્યારે ઉત્પલ પરિકરને અત્યાર સુધી 5857 મત મળ્યા છે જેના કારણે તે બીજા નંબરે છે. વળી, આઈએનસીના ઉમેદવાર Elvis Gomesને 3062 વોટ મળ્યા છે. વળી, રુઝાનો મુજબ ગોવામાં ભાજપની પાર્ટી ટીએમસીના 5 ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. આમ આદમી પાર્ટીના 1 ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પણજી વિધાનસભા સીટથી દિવંગત મુખ્યમંત્રી મનોહર પરિકર ચૂંટણી લડતા હતા.

દિવંગત મુખ્યમંત્રી મનોહર પરિકરના દીકરા ઉત્પલ પરિકર મતગણતરી કેન્દ્રથી નીકળતા કહ્યુ કે અપક્ષ ઉમેદવાર તરીકે આ સારી લડાઈ હતી. હું લોકોનો આભાર માનુ છુ. લડાઈથી સંતુષ્ટ છુ પરંતુ પરિણામ થોડુ નિરાશાજનક છે.

English summary
Goa assembly election result 2022: Panji Manohar Parikar son Utpal trail from bjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X