મોદીની રેલીનો બહિષ્કાર કરશે ગોવાના બસ માલિકો

Posted By:
Subscribe to Oneindia News

પણજી, 31 ડિસેમ્બર: ગોવામાં બસ માલિકોએ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારની રેલીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. ગોવામાં બસ માલિકોના સૌથી મોટા એશોસિએશનનું કહેવું છે કે તેમની બસો 12 જાન્યુઆરીના રોજ આયોજિત રેલી દરમિયાન લોકોને લઇ જવાનું કામ નહી કરે.

આ અંગે જાણીકારી આપતાં ઑલ ગોવા ઓનર્સ એસોશિએશનના મહાસચિવ સુદીપ તમનકરે સોમવારે જણાવ્યું હતું કે નિર્ણય એશોસિએશનના મેનેજમેન્ટ વિભાગની બેઠકમાં લેવામાં આવ્યો છે. તે મુજબ રાજ્યના 1,000 સાર્વજનિક વાહનો પર તેનો દબદબો છે.

narendra-modi

તેમને જણાવ્યું હતું કે ભાજપનો નિર્ણય તેમના માટે કઠિન રહ્યો છે. ગત વર્ષે ગોવા સરકાર દ્વારા પેટ્રોલ પરથી વેટ દૂર કરી દેવાથી લોકો બસના બદલે પોતાના ટુ વ્હિલરનો ઉપયોગ કરી રહ્યાં છે. તેના વિરોધમાં પ્રદર્શનનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે મુખ્યમંત્રી મનોહર પરિકરે કહ્યું હતું કે લગભગ 1.5 લાખ લોકો મોદીની રેલીમાં જોડાશે.

English summary
Goa's biggest bus owners association has decided to boycott Narendra Modi's rally here on January 12 and has said their buses will not be used for ferrying people.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.