Goa Election Result 2022: ભાજપ કેડરે મારી વિરુદ્ધ કામ કર્યું, જીત બાદ પણ આ ઉમેદવાર નાખુશ
Goa Election Result 2022: ભાજપ કેડરે મારી વિરુદ્ધ કામ કર્યું, જીત બાદ પણ આ ઉમેદવાર નાખુશ
ગોવામાં સત્તારુઢ ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજીવાર સત્તામાં આવવાની કોશિશ કરી રહી છે. પાર્ટી રાજ્યમાં બહુમતી માટે જરૂરી જાદુઈ આંકડાની નજીક પહોંચી ગઈ છે. કેટલીય સીટો પર ઉમેદવારોના મુકાબલાઓએ જનતાનું ધ્યાન ખેંચ્યું છે તેમાં પણ ખાસ કરીને પણજી સીટે સૌને આકર્ષિત કર્યા ચે. જ્યાંથી ભારતીય જનતા પાર્ટીએ અતાનસિયો મોનસેરાટેને ટિકિટ આપી હતી. જ્યારે તેમની સામે પૂર્વ મુખ્યમંત્રી અને દિવંગત ભાજપી નેતા મનોહર પાર્રિકરના પુત્ર ઉત્પલ પાર્રિકર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા.

ઉત્પલ ચૂંટણી જીતવામાં તો સફળ નથી થઈ શક્યો પરંતુ અતાનાસિયો મોનસેરાટે સામે નાના અંતરે ચૂંટણી હારી ગયા છે. જે બાદ પણ અતાનાસિયો મોનસેરેટે પોતાની જ પાર્ટી પર પોતાની વિરુદ્ધ કામ કરવાનો આરોપ લગાવ્યો છે.
ઉત્પલ પર્રિકરને 6000થી વધુ વોટ મળ્યા જ્યારે તેમના પ્રતિદ્વંદ્વીના વોટનો આંકડો 6700થી થોડો વધુ છે. જીત અને હારનું અંતર મોટું નથી રહ્યું. જીત બાદ પણ ભાજપના ઉમેદવાર ખુશ નથી. અતાનાસિયોએ કહ્યું કે, જ્યાં સુધી પરિણામની વાત છે તો નિરાશ છે. ભાજપ કેડરે મારા માટે નહીં બલકે પક્ષના ઉમેદવાર માટે કામ કર્યું છે. મેં ભાજપ અને કોંગ્રેસ સામે લડાઈ લડી. કેટલાક કાર્યકર્તાઓ અને સમર્થકોના સમર્થનને કારણે જ અમે આ સીટ યથાવત રાખી શક્યા.
અતાનાસિયો મોનસેરેટે આગળ કહ્યું, મને લાગે છે કે ભાજપ કેડરે પાર્ટીમાં મારો સ્વીકાર નથી કર્યો. હું આવી રીતે જોઉં છું. જો તેમને (ઉત્કલ પર્રિકર)ને આટલા વોટ મળી શકે છે તો તે માત્ર એટલા માટે કેમ કે કેડરે પોતાનો વોટ તેમને સ્થાનાંતરિત કરી દીધો છે. ભાજપ નેતૃત્વ આ ડેમેજ કન્ટ્રોલ ના કરી શક્યું. જો કે અતાનાસિયો આ સીટ પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે બીજા નંબર પર ઉત્પલપાર્રિકર છે.
જો ઉત્પલ પર્રિકરની વાત કરીએ તો તેઓ આ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. આ સીટ પરથી તેમને કોંગ્રેસના ઉમેદવાર કરતાં વધુ વોટ મળ્યા છે. આ ઉત્પલના પિતા મનોહર પર્રિકરની પરંપરાગત સીટ માનવામાં આવે છે. ઉત્પલ પાર્રિકરે મતગણતરી કેન્દ્રથી બહાર નીકળતા કહ્યું, 'અપક્ષ ઉમેદવારના રૂપમાં આ સારી લડાઈ હતી, હું લોકોનો આભાર માનું છું. લડાઈથી સંતુષ્ટ છું પરંતુ પરિણામ થોડું નિરાશાજનક છે.'












Click it and Unblock the Notifications
