• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગોવા: જબરજસ્તી કરાવવામાં આવતો હતો દેહવ્યાપાર, છોકરીઓને મુકત કરાવવામાં આવી

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ગોવાના સમુદ્ર કિનારે આવેલા અંજુના ગામમાં પોલીસે એક મોટા દેહવ્યાપાર ચલાવતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસને જાણકારી મળી હતી કે ગામના એક ગેસ્ટ હાઉસમાં દેહવ્યાપારનો ધંધો ચાલે છે. સૂચના મળવા પર ગોવા પોલીસ ક્રાઇમ બ્રાન્ચે બુધવારે અંજુનામાં એક ગેસ્ટ હાઉસ પર છાપો માર્યો અને દેહવ્યાપારમાં જોડાયેલા ત્રણ લોકોની ધરપકડ કરી. પોલીસે જગ્યાથી બે યુવતીઓને પણ બચાવી. આ ગેસ્ટ હાઉસમાં મહિલાઓ પાસે જબરજસ્તી દેહવ્યાપાર કરાવવામાં આવી રહ્યો હતો.

જબરજસ્તી ગંદુ કામ કરાવવામાં આવતું હતું

જબરજસ્તી ગંદુ કામ કરાવવામાં આવતું હતું

ગોવા પોલીસે જણાવ્યું કે તેમને સૂચના મળી હતી કે ગામના એક ગેસ્ટ હાઉસમાં દેહવ્યાપારનો ધંધો ચાલે છે. સૂચના મળતા જ પોલીસે કે યોજના બનાવી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યારે છાપો માર્યો. પોલીસે જગ્યાથી બે યુવતીઓને પણ બચાવી, જેમની પાસે જબરજસ્તી ગંદુ કામ કરાવવામાં આવતું હતું. દેહવ્યાપારમાં જોડાયેલા ત્રણ લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. પોલીસે ગેસ્ટ હાઉસ સીલ કરી દીધું છે અને તેના માલિકની તપાસ કરી રહી છે.

દેહવ્યાપાર માં બે મોડલની ધરપકડ

દેહવ્યાપાર માં બે મોડલની ધરપકડ

આપણે જણાવી દઈએ કે આ પહેલા 12 જૂને મહારાષ્ટ્ર થાણે જિલ્લામાં ભાય દર વિસ્તારમાં પોલીસે દેહવ્યાપાર રેકેટનો ભાંડો ફોડ્યો હતો. પોલીસે ત્યાંથી 5 લોકોની ધરપકડ પણ કરી હતી. જેના બે મોડલ પણ શામિલ હતી. તેની સાથે સાથે પોલીસે સલૂન થી બે મહિલાઓને પણ છોડાવી હતી. પોલીસે જણાવ્યું કે આ મામલામાં બીજા પણ કેટલાક લોકો શામિલ હોય શકે છે.

સલૂનની અંદર ચાલતો ધંધો

સલૂનની અંદર ચાલતો ધંધો

પોલીસને જાણકારી મળી કે અહીં એક મહિલા સલૂનની અંદર દેહવ્યાપારનો ધંધો ચલાવી રહી છે. ત્યારપછી પોલીસે કાર્યવાહી કરી સૂચના મળ્યા પછી પોલીસે એક ટીમ બનાવી મીરા રોડ પાસે આવેલા સલૂન પર છાપો માર્યો. પોલીસે ત્યાંથી કર્ણાટક અને બિહારની એક એક મોડલ સહીત કુલ 5 લોકોની ધરપકડ કરી.

English summary
Goa Police busted a prostitution racket at a guest house in Anjuna, 3 people arrested, two women rescued.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X