ચોથી વાર ગોવાના CM પદે બિરાજમાન મનોહર પર્રિકર

Written By:
Subscribe to Oneindia News

ગોવામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદથી વાતાવરણ ગરમાયું છે. ગોવાના રાજ્યપાલે મનોહર પર્રિકરના નેતૃત્વમાં ભાજપને સરકાર બનાવવા માટે નિમંત્રણ આપ્યા બાદ કોંગ્રેસે આ નિર્ણયને પડકારતાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેની પર મગળવારે સવારે જ સુનાવણી કરવામાં આવી હતી. કોંગ્રેસના આ દાવ તેની પર જ ભારે પડ્યો હતો. કોંગ્રેસની અરજી નકારતાં સુપ્રીમ કોર્ટે મનોહર પર્રિકરને શપથ લીધા બાદ 16 માર્ચના રોજ બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો હતો.

manohar parriakr

મંગળવારના રોજ સાંજે પાંચ વાગ્યે રાજભવન ખાતે શપથ લીધી હતી. મનોહર પર્રિકર ચોથી વાર ગોવાના મુખ્યમંત્રી બન્યાં છે. મનોહર પર્રિકરે નવેમ્બર 2014થી 13 માર્ચ, 2017 સુધી રક્ષા મંત્રી તરીકે કામગીરી સંભાળી હતી.

કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનવાણીથી લઇને મનોહર પર્રિકરના શપથ ગ્રહણ કાર્યક્રમની તમામ વિગતો જાણો અહીં..

 • 5.51 - મનોહર પર્રિકરે 16 માર્ચના રોજ સવારે 11 વાગ્યે વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો રહેશે.
 • 5.50 - વિધાનસભા ચૂંટણીમાં 40માંથી 31 બેઠકો જીતવા છતાં નાની પાર્ટીઓના સમર્થન સાથે ભાજપ ગોવામાં સરકાર બનાવવા જઇ રહી છે.
 • 5.49 - ભાજપને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી અને ગોવા ફોરવર્ડ પાર્ટી તથા અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે.
 • 5.49 - ભાજપ ધારાસભ્ય પાંડુરંગ મડકૈકરે લીધી શપથ
 • 5.40 - અપક્ષ ધારાસભ્ય રોહન ખૌંટે પણ ગોવાના મંત્રી નિયુક્ત થયા
 • 5.39 - મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના બીજા ધારાસભ્ય બાબૂ અજગાંવકરે પણ લીધી મંત્રી પદની શપથ
 • 5.38 - બાબૂ અજગાંવકરને પર્રિકર કેબિનેટમાં સ્થાન પ્રાપ્ત થયું
 • 5.37 - ચોથી વાર ગોવાના મુખ્યમંત્રી બન્યા મનોહર પર્રિકર
manohar parriakr
 • 5.14 - ગોવામાં કોંગ્રેસ પાસે ના તો સમર્થન છે, ના તો બહુમતઃ અરુણ જેટલી
 • 4.49 - ગોવામાં મનોહર પર્રિકર અને ગોવા ફોરવર્ડ પાર્ટી વિરુદ્ધ રાજભવનમાં પ્રદર્શન
 • 4.42 - ગોવા રાજ્યપાલનો નિર્ણય એક પક્ષીયઃ દિગ્વિજય સિંહ
 • કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે મંગળવારે કહ્યું કે, ગોવામાં સરકાર બનાવવા માટે ભાજપને આમંત્રિત કરવાનો રાજ્યપાલ મૃદુલા સિન્હાનો નિર્ણય એકપક્ષીય છે. રાજ્યપાલને કોંગ્રેસ તરફથી સરકાર બનાવવાનો પત્ર આપવામાં આવ્યો હતો, આમ છતાં તેમણે ભાજપને આમંત્રિત કરી.
manohar parriakr
 • 4.13 - ગોવામાં સરકાર મામલે બોલ્યાં રાજનાથ સિંહ, કહ્યું, સુપ્રીમ કોર્ટને કેસમાં કોઇ ગેરબંધારણીય બાબત મળી નથી.
 • 3.52 - 40 બેઠકની વિધાનસભામાં બહુમત માટે 21 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે
 • 3.51 - કોંગ્રેસી માંગ છે કે, સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે પહેલા તેમને સરકાર બનાવવાની તક આપવામાં આવે
 • 3.40 - કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના નિર્ણયને મોટી જીત ગણાવી, પર્રિકર મૌન
 • સુપ્રીમ કોર્ટ દ્વારા મનોહર પર્રિકરને શપથ ગ્રહણ કર્યાના પછી તરત 16મી માર્ચના રોજ બહુમત સાબિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને કોંગ્રેસે મોટી જીત ગણાવી છે, જ્યારે મનોહર પર્રિકરે આ અંગે કોઇ ટિપ્પણી કરવાની ના પાડી હતી.
 • ઉલ્લેખનીય છે કે, ગોવાના રાજ્યપાલ દ્વારા મનોહર પર્રિકરને શપથ ગ્રહણ બાદ બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો હતો.
 • 3.26 - કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યપાલ સાથે કરી મુલાકાત
 • 3.25 - શપથગ્રહણ કાર્યક્રમ આજે ન  થવો જોઇએઃ કોંગ્રેસ
 • 3.24 - ગોવાની જનતાએ અધૂરો નિર્ણય આપ્યો. ત્રિશંકુ વિધાનસભા હતી, એવામાં ચૂંટણી બાદ ગઠબંધન થવું સ્વાભાવિક જ છેઃ અરુણ જેટલી
 • 3.23 -  અરુણ જેટલીએ ફેસબૂક પોસ્ટ લખી કોગ્રેસ પર સાધ્યું નિશાન, કહ્યું, પાર્ટી કંઇ વધારે જ ફરિયાદ કરી રહી છે.
 • 3.22 - એલ ફલેરિયો(કોંગ્રેસ): અમે 12 માર્ચના રોજ રાજ્યપાલને પત્ર લખ્યો હતો, અમે ઓફિસ પણ ગયા હતા, પરંતુ અમને કહેવામાં આવ્યું કે આજે ઓફિસમાં રજા છે.
 • કોંગ્રેસની અરજી પર તાત્કાલિક સુનાવણી કરતી વખતે ચીફ જસ્ટિસ જે.એસ.ખેહરે કોંગ્રેસના અનેક સવાલો કર્યા હતા. તેમણે પૂછ્યું કે, ગોવામાં સરકાર બનાવવા માટે તેમ રાજ્યપાલ પાસે કેમ ન ગયા? 
 • 12.40 - ગોવામાં 16 માર્ચની સવારે 11 વાગે થશે બહુમત પરીક્ષણ
 • 12.39 - આજે સાંજે મનોહર પર્રિકરનો શપથ ગ્રહણ સમારોહ યથાવત
 • 12.37 - સુપ્રીમ કોર્ટે કોંગ્રેસને પૂછ્યું કે, જો તમારી પાસે બહુમત હોય તો તમે એ લઇ રાજ્યપાલ પાસે કેમ ન ગયા?
 • 12.36 - સુપ્રીમ કોર્ટ દ્વારા ગોવમાંં ભાજપ સરકારને બને એટલી જલ્દી બહુમત સાબિત કરવાનો આદેશ
 • 12.11 - શપથ ગ્રહણ સમારોહ પર કોઇ રોક નહીં
 • 11.48 -  ગોવામાં ભાજપે પોતાની તાકાત બતાવી છે : કેન્દ્રિય મંત્રી આર.એ.પ્રસાદ
 • 11.47 - મનોહર પર્રિકરના શપથ ગ્રહણ કાર્યક્રમ બાદ થશે બહુમત પરીક્ષણ
 • 11.45 - ગોવા વિધાનસભામાં આજે બહુમત પરીક્ષણનો સુપ્રીમ કોર્ટનો આદેશ, સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી માનવાનો કર્યો ઇનકાર
 • 11.39 - મનોહર પર્રિકર શપથ ગ્રહણ કરે તે પહેલાં ફ્લોર ટેસ્ટ થઇ શકે? : સુપ્રીમ કોર્ટ
 • 11.34 - સુપ્રીમ કોર્ટનો સવાલ, શું તમારી પાસે કોઇ સાબિતી છે, જેના આધારે તમે મનોહર પર્રિકરના 21 ધારાસભ્યોના સમર્થન પર સવાલ કરો છો.
 • 11.32 - કોંગ્રેસનો સવાલ, ફ્લોર ટેસ્ટ માટે મનોહર પર્રિકરને 15 દિવસનો સમય શા માટે? કાલે જ સાબિત કરી બતાવે બહુમત
 • 11.23 - સુપ્રીમ કોર્ટ - જો કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી હોય તો આ સંબંધિત કોઇ એફિડેવિટ કેમ રજૂ કરવામાં નથી આવ્યું? અરજીમાં એ પણ જણાવવામાં નથી આવ્યું કે, કોંગ્રેસના સમર્થનમાં કેટલા ધારાસભ્યો છે?
 • 11.21 - સુપ્રીમ કોર્ટનો કોંગ્રેસને સવાલ - સમર્થનમાં આવેલ ધારાસભ્યો અંગેની જાણકારી કેમ રજૂ કરવામાં નથી આવી?
 • 11.03 - સુપ્રીમ કોર્ટમાં સુનવાણી શરૂ થઇ ચૂકી છે.
 • અભિષેક માનુ સિંઘવીની દલીલ છે કે, ગોવા વિધાનસભામાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે. સામે હરીશ સાલ્વેની દલીલ છે કે, બંધારણની કલમ 164(1) હેઠળ રાજ્યપાલને પૂરો હક છે કે કોઇ પક્ષ પાસે બહુમત ના હોય તો તેઓ નિર્ણય લઇ કોઇ પણ પક્ષને સરકાર બનાવવા માટે આમંત્રિત કરી શકે છે.
 • ચિફ જસ્ટિસ જે.એ.ખેહરે પણ અરુણાચલ પ્રદેશની અદાલતનું ઉદાહરણ આપતાં કહ્યું કે, નિશ્ચિત પરિસ્થિતિઓ હેઠળ રાજ્યપાલ પાસે નિર્ણય લેવાનો અધિકાર હોય છે.
 • સાલ્વેએ સૂચિ રજૂ કરતાં જણાવ્યું કે, મનોહર પર્રિકર પાસે વિધાનસભામાં બહુમત છે. જેની સામે સિંઘવીએ દલીલ કરી હતી કે, રાજ્યપાલે એક વાર તો કોંગ્રેસને સરકાર બનાવવા માટે આમંત્રિત  કરવી જોઇએ.
 • 10.57 - ગોવામાં ભાજપની સરકાર બનાવવાના નિર્ણયને મોકૂફ રાખવાનો પ્રસ્તાવ કરશે કોંગ્રેસ
 • 10.16 - એડિશલ સોલિસિટર જનરલ મનિન્દર સિંહ પણ આ કેસમાં ગોવાના મુખ્યમંત્રી તરીકે મનોહર પર્રિકરની નિયુક્તિને પડકારશે.
 • 10.13 - સૌથી મોટા પક્ષને મળવી જોઇએ તક - કોંગ્રેસ
 • મનોહર પર્રિકરના શપથગ્રહણ પહેલાં કોંગ્રેસે રાજ્યપાલ મૃદુલા સિન્હાને આગ્રહ કર્યો છે કે સૌથી મોટા પક્ષ તરીકે તેમને સરકાર બનાવવા માટે આમંત્રિત કરવામાં આવે. રાજ્યપાલને સોંપવામાં આવેલ મેમોમાં કોંગ્રેસ ધારાસભ્ય દળે દાવો કર્યો છે કે, પાર્ટી પાસે ધારાસભ્યોનું પર્યાપ્ત સમર્થન છે તથા તેઓ સદનમાં બહુમત સાબિત કરી શકે છે.
 • 9.23 - સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવાની તક મળવી જોઇએ, બેધારણ હેઠળ રહી કામ કરે રાજ્યપાલ - દિગ્વિજય સિંહ
 • 9.24 - આમ આદમી પાર્ટીવા ગોવા એકમના કોઓર્ડિનેટર એલ્વિસ ગોમ્સે સોમવારે કહ્યું કે, ચૂંટણી પંચે હવેથી ચૂંટણી આયોજિત કરવાની જગ્યાએ બેઠકોની હરાજી કરવી જોઇએ.
 • 9.21 - ગોવાના રાજ્યપાલ મૃદુલા સિન્હા મનોહર પર્રિકર તથા તેમના મંત્રીમંડળના સભ્યોને પદ તથા ગોવનીયતાની શપથ લેવડાવશે. મૃદુલા સિન્હાએ મનોહર પર્રિકરને શપથ લીધાના 15 દિવસની અંદર વિધાનસભામાં બહુમત સાબિત કરવાનું કહ્યું છે.
English summary
Goa has been witnessing heavy political activity since Saturday With the results throwing a hung assembly and the BJP managing to consolidated the required number to form the government, Manohar Parrikar is all set to return as the Chief Minister of Goa.
Please Wait while comments are loading...