Go First : 50 યાત્રીઓને છોડીને ઉડી ગઇ, ફ્લાઇટ હવે બધાને આપશે ફ્રી ટિકિટ, DGCA એ નોટિસ ફટકારી

ગોફર્સ્ટ એરલાઇન્સ 50 યાત્રીઓને લીધા વગર ઉડાન ભરતા યાત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Go First Flight: ગોફર્સ્ટ એરલાઇન્સની મોટી ભૂલ સામે આવી છે. ગોફર્સ્ટની ફ્લાઇટ 50થી વધાર યાત્રીઓને છોડીને ઉડાન ભરી લીધી હતી. બેંગલુરુથી દિલ્હી જઇ રહેલી ગો ફર્સ્ટ ફ્લાઇટ G8116 ની ઘટના છે. ફ્લાઇટ 9 જાન્યઉારીએ બેંગ્લુરુ એરપોર્ટ પર ઉભી હતી. , યાત્રીઓ પણ ફ્લાઇની રાહ જોઇ રહ્યા હતા. એ પહેલા જ ફ્લાઇટ 50 યાત્રીઓને લીધા વગર જ રવાના થઇ ગઇ હતી. ડીજીસીએ આના માટે ગો ફર્સ્ટ પાસે રિપર્ટ માંગી છે.

gofirst

તમામ યાત્રીઓને ફ્રી ટીકીટ આવાનો નિર્ણય કર્યો છે. તો 55 માથી 53 યાત્રીઓને દિલ્હી બીજી ફલાઇટમાં શીફ્ટ કરી દેવામાં આવ્યા છે. 2 યાત્રીઓએ તેના માટે રિફંડ માગ્યું હતુ. જેનું રિફંડ એરલાઇન્સ દ્વારા કરી દેવામાં આવ્યુ હતુ. ડીજીસીએ ગો ફર્સ્ટ એરલાઇન્સના અધિકારીઓને કારણ દર્શક નોટિસ ફટકારી છે. તેના માટે વિનિયામક દાયિત્વના ઉલંઘન માટે તેમની સામે કાર્યવાહી કેમ ના કરવામાં આવે. તેમણે ડીજીસીએ પોતાનો જવાબ આપવા માટે બે દિવસનો સમય માંગ્યો છે.

ડીજીસીએના રિપોર્ટ બાદ ગોફર્સ્ટે માફી માંગી છે. આ અસુવિધાના બદલામાં એરલાઇન્સ કંપનીએ તમામ પ્રભાવિત યાત્રીઓને આગામી 12 મહિનામાં કોઇ પણ ડોમેસ્ટીક ફઅલાઇટમાં યાત્રા માટે ફ્રી ટિકટ આપવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય એરલાઇન્સ ઘટનાની તપાસ શરુ કરી દીધી છે. તેની તપાસ કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X