‘બેસ્ટ મેન’ને પીએમ બનાવવા ભાજપમાં જોડાશે ‘ગોલ્ડન મેન’

Posted By:
Subscribe to Oneindia News

મુંબઇ/નવી દિલ્હી, 31 જાન્યુઆરીઃ બૉલીવુડના ગોલ્ડન મેન બપ્પી લહિરી હવે ભારતીય જનતા પાર્ટીના બેસ્ટ મેન માટે રાજકારણમાં ડગ મુકવા જઇ રહ્યાં છે. સક્રિય રાજકારણમાં જોડાવા માટે તેમણે ભાજપને પસંદ કર્યું છે અને એ સંબંધમાં તેઓ દિલ્હી ગયા છે.

મકરસંક્રાંતિ પર સલમાન ખાને જે નરેન્દ્ર મોદીને બેસ્ટ મેન કહ્યાં, એ બેસ્ટ મેનને પીએમ બનાવવા માટે બપ્પી લહિરી ભાજપ સાથે જોડાઇ રહ્યાં છે. ભાજપમાં આવવાનો તેમનો હેતુ હાલ મોદી માટે ચૂંટણી પ્રચાર કરવાનો છે. ચૂંટણી લડશે કે નહીં અને જો લડશે તો ક્યાંથી લડશે તે પણ હજુ નક્કી નથી. જો કે, એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, બપ્પી લહિરીની લોકપ્રિયતાને જોઇને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તેમને પાર્ટીમાં સામેલ થવાની ઓફર આપી હતી.

બપ્પી દાને ભાજપમાં લાવવાનો અર્થ એ વાતનું સ્પષ્ટિકરણ છે કે ભાજપ હવે એ દિશામાં ચાલવા જઇ રહ્યું છે, જે દિશામાં પાર્ટીને દિવંગત નેતા પ્રમોદ મહાજન લઇ જવા માગતા હતા. પ્રમોદ મહાજન એ વ્યક્તિ હતા, જે તમામ બૉલીવુડ હસ્તીઓને ભાજપમાં ખેંચી લાવ્યા હતા. ભાજપના સૂત્રો અનુસાર બપ્પી લહિરી આજે દિલ્હીમાં છે અને અહીં તેઓ પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ અને અન્ય નેતાઓ સાથે મુલાકાત કરશે. સમાચાર છે કે ભાજપ તમામ વરિષ્ઠ કલાકારોને પાર્ટીમાં લાવવાની તૈયારીમાં છે, ભલે તે ચૂંટણી ના લડે પરંતુ આવું કરવાથી પ્રચારમાં મદદ જરૂર મળશે.

નોંધનીય છે કે બપ્પી દા 1980ના દશકામાં ડિસ્કો કિંગ કહેવાય છે અને ડિસ્કો ડાન્સર સહિત અનેક ફિલ્મોમાં તેણે સંગીત આપ્યું છે. હવે તે રાજકારણમાં ઝંપલાવી રહ્યાં છે. ખાસ વાત એ છે કે ત્યાં પણ તેમના ફેવરિટ અભિનેતા મિથુન ચક્રવર્તી હશે, કારણ કે મિથુન તૃણમૂલ કોંગ્રેસની બેઠક પર રાજ્યસભામાં એન્ટ્રી લઇ રહ્યાં છે.

અજય અને અક્ષય

અજય અને અક્ષય

બૉલીવુડના એક્શન કિંગ અજય દેવગણ તેમજ અક્ષય કુમાર સમયાંતરે ગુજરાત આવે છે અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળે છે. અજય દેવગણે થોડાંક સમય અગાઉ જ મોદીના ગૂગલ હૅંગઆઉટ કાર્યક્રમ દરમિયાન હોસ્ટિંગ કર્યુ હતું. તો અક્ષય કુમાર એક વરસ અગાઉ નવેમ્બર-2011માં તેમની ફિલ્મ દેશી બૉય્ઝના પ્રમોશન માટે ગુજરાત આવ્યા અને મોદી સાથે મુલાકાત બાદ ગુજરાતમાં ખેલ મહાકુંભને ટેકો આપ્યો હતો.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

સદીના મહાનાયક અને બૉલીવુડના શહેંશાહ બિગ બી અમિતાભ બચ્ચન તો જાણે મોદી ઉપર ફિદા જ થઈ ગયાં છે. ક્યારેક ઉત્તર પ્રદેશમાં અમર સિંહ સાથે દેખાનાર બિગ બી અચાનક મોદી તરફ વળ્યાં. એટલું જ નહિં, તેમણે ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનવું સ્વીકાર્યું. તેઓ ખુશબૂ ગુજરાત કી એડ ફિલ્મ દ્વારા ગુજરાતમાં પ્રવાસીઓને આકર્ષવા માટે નિઃશુલ્ક મહેનત કરી રહ્યાં છે. બિગ બી સમયાંતરે ગુજરાત આવે છે અને મોદી સાથે મુલાકાતો કરી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા અંગે ચર્ચા કરે છે.

વેલકમ ‘પા’

વેલકમ ‘પા’

અમિતાભ બચ્ચન પોતાની પા ફિલ્મના પ્રમોશન અર્થે ગુજરાત આવ્યાં અને એ સાથે જ તેમનો અને મોદી વચ્ચે સંબંધનો તાર જોડાઈ ગયો. મોદીએ ખુશી-ખુશી બિગ બીની ફિલ્મ પા જોઈ અને પછી તો આ સંબંધો અતૂટ બની ગયાં.

અરબાઝ-ઇસ્માઇલ

અરબાઝ-ઇસ્માઇલ

ફિલ્મ નિર્માતા અને અભિનેતા અરબાઝ ખાને ગત મે માસમાં મોદી સાથે મુલાકાત કરી. તેઓએ ફિલ્મ દબંગ 2નુ કેટલુંક શુટિંગ ગુજરાતમાં કરવા અંગે ચર્ચા કરી હતી. તો બીજી બાજુ બૉલીવુડના હમ દિલ દે ચુકે ફેમ સંગીતકાર ઇસ્માઇલ દરબાર તો પોતે ભાજપમાં પણ શામેલ થઈ ચુક્યાં છે.

દેવઆનંદ

દેવઆનંદ

બૉલીવુડના સદાબહાર અભિનેતા દેવઆનંદ સાથે પણ મોદીના સારા સંબંધો હતાં. મૃત્યુ અગાઉ થોડાંક જ સમય પહેલા મોદી અને દેવઆનંદ વચ્ચે મુલાકાત થઈ હતી. દેવઆનંદના નિધન વખતે મોદીએ પણ ટ્વિટ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

અનુપમ ખેર

અનુપમ ખેર

બૉલીવુડના અનુપમ અભિનેતા અનુપમ ખેર પણ મોદીના ચાહકોમાં શામેલ છે. તેઓએ અમદાવાદમાં ખેર'સ સ્કૂલ ફૉર એક્ટર્સ નામની સંસ્થા સ્થાપી છે. આ તસવીર જૂન, 2009માં યોજાયેલ સ્કૂલના ઉદ્ઘાટન સમારંભ વખતની છે કે જેમાં મોદી ખેરને કઇંક સમજાવતાં નજરે પડે છે.

વિવેક ઓબેરૉય

વિવેક ઓબેરૉય

બૉલીવુડ અભિનેતા વિવેક ઓબેરૉયે પણ તાજેતરમાં જ મોદી સાથે મુલાકાત કરી અને ગુજરાતમાં સ્થપનારા પોતાના વિવિધ પ્રોજેક્ટો વિશે ચર્ચા કરી હતી.

પરેશ રાવલ

પરેશ રાવલ

બૉલીવુડ અભિનેતા પરેશ રાવલ પણ મોદીના પ્રશંસક છે. ગત ઑગસ્ટમાં પરેશ રાવલ સિવિલ હૉસ્પિટલમાં બાળદર્દીઓને મળવા આવ્યા હતાં. દરમિયામ તેમણે મોદી સાથે પણ મુલાકાત કરી હતી.

સંજય ખાન

સંજય ખાન

બૉલીવુડના વીતેલા જમાનાના અભિનેતા સંજય ખાને ગત જૂનમાં ગુજરાત આવ્યાં અને મોદીને મળ્યાં. તેમણે મોદી સાથે ગુજરાતમાં સ્થપાનાર તેમના એ-વન સિટી પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી.

શત્રુઘ્ન સિન્હા

શત્રુઘ્ન સિન્હા

બિહારી બાબુ શત્રુઘ્ન સિન્હાનું શું કહેવું? તેઓ તો ભાજપમાં જ છે. એટલે તેમની અને મોદીની મુલાકાતો અવારનવાર થતી જ રહે છે.

સંજય દત્ત

સંજય દત્ત

બૉલીવુડના અભિનેતા સંજય દત્તે તાજેતરમાં જ મોદી સાથે મુલાકાત કરી અને ગુજરાતમાં પોતાના ફિલ્મ સિટી પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી.

English summary
Golden Man of Bollywood and musician Bappi Lahiri likely to join Bharatiya Janata Party soon. According to sources he could contest Loksabha Election too.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.