પંજાબથી હવે દિલ્લી એરપોર્ટ સુધી સીધી ચાલશે બસો, CM માન આ તારીખે બતાવી શકે છે લીલી ઝંડી
પંજાબથી દિલ્લી એરપોર્ટ સુધી હવે સીધી બસો ચાલશે. જાણો ક્યારે શરુ થશે.
જલંધરઃ પંજાબથી દિલ્લી એરપોર્ટ સુધી હવે સીધી બસો ચાલશે. દિલ્લી ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી અને એરપોર્ટ ઑથોરિટી તરફથી પંજાબ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને દિલ્લી એરપોર્ટ સુધી વોલ્વો ચલાવવાની મંજૂરી મળી ચૂકી છે. હવે 15 જૂનથી ચાર વર્ષ બાદ ફરીથી દિલ્લી એરપોર્ટ સુધી પંજાબ રોડવેઝની વૉલ્વોની સસ્તી સફર શરુ થશે. મુખ્યમંત્રી ભગવંત માન લીલી ઝંડી બતાવશે.

પંજાબ રોડવેઝના અધિકારીઓએ જણાવ્યુ કે મુખ્યમંત્રી પંજાબ રોડવેઝની વૉલ્વોને ફ્લેગ ઓફ કરીને જલંધરથી લક્ઝરી બસ સેવા શરૂ કરી શકે છે. સંભવતઃ 15 જૂને વૉલ્વોને દિલ્હી એરપોર્ટ સુધી તેમની બાજુથી ફ્લેગ ઓફ કરવામાં આવશે. વળી, કેટલાક રોડવેઝ કર્મચારીઓએ જણાવ્યુ હતુ કે પંજાબ રોડવેઝની વૉલ્વો પહેલા દિલ્હી એરપોર્ટ સુધી વ્યક્તિદીઠ રૂ. 1150 ચાર્જ કરતી હતી અને હવે નવા ભાડાને કારણે પ્રતિ વ્યક્તિ 1200 જેટલી ટિકિટ લેવામાં આવશે.
તેમણે કહ્યુ કે પંજાબ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મુખ્યમંત્રીને મોકલવામાં આવેલા શિડ્યૂલ અનુસાર 15 જૂનની તારીખ નક્કી કરવા માટે કહેવામાં આવી રહ્યુ છે. જો કે સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નોંધનીય છે કે વર્ષ 2018માં પંજાબમાં કોંગ્રેસની સરકાર વખતે પંજાબ રોડવેઝની વૉલ્વોને દિલ્હી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે મંજૂરી આપી ન હતી અને પંજાબની બસોના મેમો ફાડવાનુ શરૂ કર્યુ હતુ.












Click it and Unblock the Notifications
