ગણતંત્ર દિવસ પર ગૂગલે કર્યુ કઇ ખાસ, તિરંગામાં રંગાયુ ડૂડલ
દેશ આજે ભારતીય બંધારણના અમલમાં આવ્યાની 73મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. આ અવસર પર ગૂગલે ભારતના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ડૂડલ સમર્પિત કર્યું છે. નોંધનીય છે કે ભારતે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણનો સ્વીકાર કર્યો હતો, પર
દેશ આજે ભારતીય બંધારણના અમલમાં આવ્યાની 73મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. આ અવસર પર ગૂગલે ભારતના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ડૂડલ સમર્પિત કર્યું છે. નોંધનીય છે કે ભારતે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણનો સ્વીકાર કર્યો હતો, પરંતુ તેને સત્તાવાર રીતે 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યુ હતુ. મહત્વની વાત એ છે કે આ દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પૂર્ણ સ્વરાજની જાહેરાત કરી હતી.

ભારતના પ્રજાસત્તાક દિવસના અવસર પર, Google એ તેનું ડૂડલ સમર્પિત કરીને Google સર્ચ એન્જિનને આર્ટવર્કમાં રૂપાંતરિત કર્યું છે. ગૂગલના ડૂડલમાં પરેડમાં ભાગ લેતા પ્રાણીઓ, હાથી, ઘોડો, કૂતરો, ઊંટ તેમજ લાલ રંગના તબલા, પરેડ સ્થળ, સેક્સોફોન, કબૂતર, ત્રિરંગા દર્શાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે ગણતંત્ર દિવસ ચાર દિવસ સુધી ઉજવવામાં આવે છે, જે દરમિયાન 23 જાન્યુઆરીએ સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ પણ ઉજવવામાં આવે છે.
પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન સ્વતંત્રતા સેનાનીઓની બહાદુરી, બલિદાનને યાદ કરવામાં આવે છે. તેમજ વિશ્વની સૌથી મોટી લોકશાહીનો આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દરમિયાન, રાજપથ પર ઘણી ઝાંખીઓ કાઢવામાં આવે છે, જેમાં સ્થાનિક નૃત્યકારો તેમનું પ્રદર્શન આપે છે. એટલું જ નહીં, વિવિધ રાજ્યોની સરકારો પણ આ ઝાંખીમાં ભાગ લે છે અને તેમના રાજ્યની સંસ્કૃતિ, પરંપરા વગેરે દર્શાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વોર મેમોરિયલની મુલાકાત બાદ જ ગણતંત્ર દિવસની પરેડનો કાર્યક્રમ શરૂ થાય છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવે છે, ત્યારબાદ રાષ્ટ્રગીતનું ગાન અને 21 તોપોની સલામી આપવામાં આવે છે. આ પછી, રાષ્ટ્રપતિ દેશના જવાનોને ગેલેન્ડ એવોર્ડ આપીને સન્માનિત કરે છે. દુરદર્શન દ્વારા દેશના કરોડો લોકોને ગણતંત્ર દિવસની પરેડ બતાવવામાં આવે છે. દૂરદર્શન ઉપરાંત યુટ્યુબ પર દુરદર્શનની ચેનલ પર પણ પરેડ જોઈ શકાશે.












Click it and Unblock the Notifications
