તમે ક્યાં જઈ રહ્યા છો... શું કરી રહ્યા છો... ગૂગલ બધુ જાણે છે

ચોંકાવનારી વાત એ છે કે જ્યારે તમને ગૂગલ લોકેશન બંધ કરી દો છો તો પણ ગૂગલની તમારા પર નજર હોય છે.

એમાં કોઈ બેમત નથી કે સ્માર્ટફોનમાં ગૂગલનું લોકેશન ઉપયોગ કરવાથી ગૂગલ તમારી બધી ગતિવિધિઓ પર નજર રાખે છે પરંતુ ચોંકાવનારી વાત એ છે કે જ્યારે તમને ગૂગલ લોકેશન બંધ કરી દો છો તો પણ ગૂગલની તમારા પર નજર હોય છે. ન્યૂઝ એજન્સી એસોસિએટ પ્રેસ (એપી) ના રિપોર્ટ અનુસાર કંપની યુઝર્સના એપમાં તેમનું લોકેશન શેર કરવા માટે અનુમતિ માંગે છે પરંતુ જ્યારે યુઝર્સ પોતાનું લોકેશન હિસ્ટ્રી બંધ પણ કરી દે તો પણ ગૂગલ યુઝરને ટ્રેક કરવાનું છોડતુ નથી.

google

અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીની રિસર્ચ ટીમો એપીને જણાવ્યુ કે જ્યારે યુઝર ગૂગલ મેપ ઓપન કરે છે તો તેની લોકેશન ઈન્ફોર્મેશન જાતે જ લઈ લેવામાં આવે છે. પછી તેના આધારે તમારા એન્ડ્રોઈડ પર હવામાનની જાણકારી પણ અપડેટ થઈ જાય છે.

ગૂગલ પ્રાઈવસી પેજ કહે છે કે યુઝર કોઈ પણ સમયે પોતાની લોકેશન હિસ્ટ્રીને બંધ કરી શકે છે. તે વખતે ગૂગલ ટ્રેક નહિ કરી શકે. એટલે કે જ્યારે કોઈ યુઝર ગૂગલ લોકેશનને ટર્ન ઓફ કરીને કોઈ જગ્યાએ જઈ રહ્યો છે તો તેની ખબર નહિ પડી શકે. પરંતુ એપીએ આ દાવાનું ખંડન કરતા કહ્યુ કે, 'આ પૂરેપૂરુ સાચુ નથી.' એપીના રિપોર્ટ અનુસાર લોકેશન હિસ્ટ્રીને પૉઝ કર્યા બાદ પણ કેટલાક ગૂગલ એપ એવા છે જે તમારી અનુમતિ વિના તમારા લોકેશન ડેટા સેવા કરી લે છે.

એપીની આ રિપોર્ટનું ગૂગલે ખંડન કર્યુ નથી. જો કે ગૂગલે કહ્યુ કે ગૂગલ લોકેશન પૂરેપૂરુ યુઝરના કંટ્રોલમાં હોય છે. તે ઈચ્છે તો એડિટ, ડિલીટ અને ટર્ન ઓફ કરી શકે છે. ગૂગલે કહ્યુ, 'આ રિપોર્ટ બાદ તે આ બાબતે તપાસ કરી રહ્યા છે. અમે સતત ગૂગલ એક્સપીરિયન્સને ઈમ્પ્રૂવ કરવામાં લાગ્યા છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X