લો બોલો, ડેરી સંચાલકને બંધક બનાવી લૂંટી ગયા 18 ભેંસ!

લો બોલો, ડેરી સંચાલકને બંધક બનાવી લૂંટી ગયા 18 ભેંસ!

લખનઉઃ રૂપિયા, ઘરેણાં, મોબાઈલની ચોરીના તો કેટલાય કિસ્સા સાંભળ્યા હશે પણ ભેંસ ચોરીનો કિસ્સો તમે ક્યારેય નહિ સાંભળ્યો હતો. જી હાં, ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં હથિયારધારી તત્વોએ એક ડેરીને ટાર્ગેટ બનાવી હતી. ડેરીના સંચાલકને બંધક બનાવીને તેઓ 18 ભેંસને લૂંટી ગયા. સાથે જ એક બાઈક અને મોબાઈલ ફોન પણ લૂંટી ગયા. જણાવી દઈએ કે લૂંટાયેલ આ ભેંસોની કિંમત 20 લાખ જણાવવામાં આવી રહી છે.

બંધૂકધારી શખ્સોએ ડેરીને ટાર્ગેટ બનાવી

બંધૂકધારી શખ્સોએ ડેરીને ટાર્ગેટ બનાવી

જાણકારી મુજબ આ મામલો મુઝફ્ફરનગરના રતનપુર ગામનો છે. પૂર્વ સરપંચ નરેશ કુમારે જણાવ્યું કે ગામ રાર્ધના રોડ પર તેમના મોટા ભાઈ સતબીની દૂધની ડેરી છે. જેમાં 2 ડઝનથી વધુ ભેંસ અને ગાય છે. બુધવારે રાત્રે નરેશ કુમાર પોતાના મોટાભાઈ સતબીર સિંહ અને પુત્ર મોહિતની સાથે ડેરીમાં જ સૂઈ ગયા હતા. મોડી રાત્રે 12 વાગ્યે 6 જેટલા હથિયારધારી શખ્સો ડેરીમાં ઘૂસી આવ્યા હતા.

ત્રણેયને બંધક બનાવ્યા

ત્રણેયને બંધક બનાવ્યા

બદમાશોએ ઊંઘી રહેલા સતબીરને બંધૂકના બે ઉઠાવ્યો અને મુખ્ય દરવાજાની ચાવી હાંસલ કરી લીધી બાદમાં ત્રણેયને બંધક બનાવી લીધા હતા. બદમાશોએ ડેરીની બહા ઉભી ગાડીમાં ભેંસોને ભરી લીધી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. કેમ ક કરીને ત્રણેય બંધન મૂક્ત થઈને પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ હાથ ધરી છે.

ગામના લોકોએ પ્રદર્શન કર્યું

ગામના લોકોએ પ્રદર્શન કર્યું

આ ઘટનાથી નારાજ ગામના લોકોએ પોલીસ સ્ટેશનની બહાર રસ્તામાં ચક્કાજામ કરીને પ્રદર્શન કર્યું. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પ્રદર્શનકારીઓને શાંત કરાવી અજાણ્યા લૂંટારુઓ વિરુદ્ધ ફરિયાદ દાખળ કરી લીધી છે અને જલદી જ ધરપકડ કરવાનું આશ્વાસન આપ્યું છે. ત્યારે જઈને ગુસ્સે ભરાયેલા ગ્રામીણોએ જામ ખોલ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X