For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોપાલ ઈટાલિયાનો ઈલેક્શન કમિશન પર મોટો આરોપ, કહ્યું-હરાવવા ધીમુ મતદાન કરાવાઈ રહ્યુ છે!

ગુજરાતમાં પહેલા ચરણનું મતદાન ચાલી રહ્યુ છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ઈલેક્શન કમિશન પર મોટો આરોપ લગાવ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સુરત : ગુજરાતમાં પહેલા ચરણનું મતદાન ચાલી રહ્યુ છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ઈલેક્શન કમિશન પર મોટો આરોપ લગાવ્યો છે. મળતી વિગતો અનુસાર, ગોપાલ ઈટાલિયાએ ઈલેક્શન કમિશન પર મોટો આરોપ લગાવવા કહ્યું છે કે, કતારગામ વિધાનસભા સીટ પર જાણી જોઈને ધીમુ મતદાન કરવામાં આવી રહ્યુ છે.

Gopal Italia

આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને આક્ષેપ કર્યા અને કહ્યું કે, કતારગામ વિધાનસભા બેઠક પર જાણી જોઈને ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે. જો ચૂંટણી પંચે માત્ર ભાજપના ગુંડાઓના દબાણમાં આ રીતે કામ કરવાનું હોય તો પછી તમે ચૂંટણી કેમ કરાવો છો?

અહીં તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા કતારગામથી ચૂંટણી લડી રહ્યા છે. ક્યારેક પાટીદાર અનામત આંદોલનનો ચહેરો રહેલા ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીનો મોટો ચહેરો છે. ક્યારેક ગુજરાત સરકારમાં પોલીસની નોકરી કરતા ગોપાલ ઈટાલિયાએ નારાજગીને લઈને નીતિન પટેલને ચપ્પલ માર્યુ હતું.

અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી બીજેપીને સત્તામાંથી ઉતારવા માટે એડીચોટીનું જોર લવાગી રહી છે. તો બીજી તરફ બીજેપી કોઈપણ સંજોગોમાં જીતવા માટે મેદાને છે.

English summary
Gopal Italia's big allegation on the Election Commission
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X