ગીતિકાથી દૂર થવા ન્હોતો ઇચ્છતો, માટે આ બધું કર્યું: કાંડા

Gopal Kanda
નવી દિલ્હી, 17 ઓક્ટોબર: ગીતિકા આત્મહત્યા મામલામાં એમડીએલઆર ગ્રૂપના ચેરમેન ગોપાલ કાંડાએ ઘણા મહત્વના ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું કે તે ન્હોતો ઇચ્છતો કે ગીતિકા તેનાથી દૂર જાય, માટે તેણે આ બધા નુખસાઓ અપનાવ્યા. કાંડાએ પોલીસને પૂછપરછમાં જણાવ્યું હતું કે ગીતિકા ખુબ જ સુંદર હતી માટે તેણે તેના બોર્ડ મેમ્બરને કહીને તેને નોકરી પર લગાવી હતી.

જોકે તે એ વખતે અઢાર વર્ષની પણ ન્હોતી થઇ, માટે તેને ટ્રેઇની કેબિન ક્રૂ મેમ્બર બનાવાઇ હતી. માત્ર છ માસ બાદ જ તેને સીનિયર કેબિન ક્રૂ મેમ્બર બનાવી દેવાઇ. કાંડાએ જણાવ્યું કે તેણે આ બધુ ગીતિકા તેનાથી દૂર ના જાય એટલા માટે કર્યું હતું. કાંડાએ કોર્ટમાં માન્યું કે તેણે પોતાના નિવેદન પર સિગ્નેચર કરવાની પણ ના કહી દીધી હતી.

કાંડાના નિવેદનથી તેના પર લાગેલા આરોપો સાચા સાબિત થતા જણાઇ રહ્યા છે. કાંડાએ જણાવ્યું કે તેણે ગીતિકાને રોજ સાંજે તેને રિપોર્ટ કરવાનું જણાવ્યું હતું આ દરમિયાન તે ગીતિકાની ખુબ જ નજીક આવી ગયો હતો.

પરંતુ જ્યારે એમડીએલઆર કંપની બંદ થઇ ગઇ તો ગીતિકા બીજી કંપનીમાં જોબ શોધવા લાગી માટે તેણે જ ગીતિકાના ડોક્યુમેન્ટ્સ પાછા ન આપવાનો આદેશ કર્યો હતો, કારણ કે તે ન્હોતો ઇચ્છતો કે ગીતિકા તેનાથી દૂર જાય. તેને રોકવા માટે કાંડાએ ગીતિકાની સેલરી પણ વધારી આપી અને તેને ઉચો હોદ્દો પણ અપાવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X