
દિલ્હીમાં કેજરીની સરકાર પાડવાનું ષડયંત્ર રચ્યું હતું કુમાર વિશ્વાસે
આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસ પર વિશ્વાસઘાતનો આરોપ લાગ્યો છે. કુમાર વિશ્વાસ પર અરવિંદ કેજરીવાલની આપ સરકારને પાડવાનું કાવતરું બનાવાનો સંગીન આરોપ, આપે મૂક્યો છે. પાર્ટીની તરફથી રાજ્યસભાની ટિકિટ ના મળવાથી દુખી કુમાર વિશ્વાસે પાર્ટીની વિરુદ્ધ મોર્ચો ખોલી રાખ્યો છે. આપની તરફથી કુમાર વિશ્વાસ પર એક પછી એક આવા આરોપ મૂકવામાં આવ્યા છે. આરોપોમાં કહેવામાં આવ્યું છે કે નગર નિગમની ચૂંટણી પછી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર ના રહેલે તે માટે કુમાર વિશ્વાસે પ્રયાસે કર્યો છે. પાર્ટીના દિલ્હી સયોજકો ગોપાલ રાયે ગુરુવારે ફેસબુક લાઇવ દ્વારા કુમાર વિશ્વાસ પર પાર્ટી તરફથી આ આરોપો લગાવ્યા છે.
પાર્ટીના વરિષ્ઠ નેતા અને મંત્રી ગોપાલ રાયે દાવો કર્યો છે કે ગત વર્ષ એપ્રિલમાં એમસીડી ચૂંટણી પછી સરકાર પડી ભાંગે તે માટે કુમાર વિશ્વાસને પ્રયાસો કર્યા હતા. તેમણે કહ્યું કે આ માટે કેટલાક ધારાસભ્યો સાથે તેમણે તેમના નિવાસ સ્થાને બેઠકો પણ કરી હતી.
જો કે બીજી તરફ ગોપાલ રાયના આવા ગંભીર આરોપો પછી હજી સુધી કુમાર વિશ્વાસે આ અંગે કોઇ પ્રતિક્રિયા નથી આપી. ઉલ્લેખનીય છે કે કે કુમાર વિશ્વાસ પહેલાથી જ આપ તરફથી રાજ્યસભા માટે ટિકીટ ના આપવા મામલે ચીડાયેલા છે. વિશ્વાસે તેમ પણ કહ્યું કે કેજરીવાલના નિર્ણયોનું સત્ય બહાર પાડવા માટે તેમને દંડ આપવામાં આવી રહ્યો છે. ગોપાલ રાયે કહ્યું કે નગરપાલિકાની ચૂંટણીમાં વિશ્વાસે આપની છબી બગાડવાનો પ્રયાસ કર્યો હતો. અને તેના કારણે જ નગરપાલિકાના ચૂંટણીમાં આપ ખરાબ રીતે હારી હતી. સાથે જ ગોપાલ રાયે કહ્યું કે કુમાર વિશ્વાસ એક તેવા વ્યક્તિ છે જેણે સાર્વજનિક મંચ પર પાર્ટીને નીચે પાડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આવા વ્યક્તિને કોઇ રાજ્યસભામાં કેવી રીતે મોકલે? ઉલ્લેખનીય છે કે આવું કંઇ પહેલી વાર નથી બની રહ્યું જ્યારે આપમાં અંદર અંદર જ જૂથવાદ જોવા મળ્યો હોય.