For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોપીનાથ મુંડેનું આકસ્મિક મોત ષડયંત્રનો ભાગ છે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 જૂન : કેન્દ્રીય નેતા ગોપીનાથ મુંડેના આકસ્મિક મોતના સમાચાર દેશભર માટે આંચકાજનક બન્યા હતા. હજી આઠ દિવસ પહેલા જ તેમણે ન્દ્રિય ગ્રામીણ વિકાસ મંત્રી તરીકે શપથ લીધા હતા. મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા અને લોકસભા ચૂંટણી 2014માં મહત્વની ભૂમિકા ભજવનારા 64 વર્ષીય ગોપીનાથ મુંડેએ દિલ્હીની એમ્સ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પોતાના અંતિમ શ્વાસ લીધા હતા.

ગોપીનાથ મુંડે છેલ્લા 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. તેમના નામે હંમેશા ચૂંટણીમાં જીત મેળવવાનો રેકોર્ડ છે. ગોપીનાથ મુંડેનું રાજકીય જીવન બેદાગ રહ્યું છે. ઓબીસી વર્ગમાં તેમની મજબૂત પકડે સંગઠનની એટલા નજીક લાવી દિધા હતા કે તેમને પ્રધાન પદ સુધી બઢતી આપવામાં આવી હતી.

લોકસભા ચૂંટણી 2014માં શિવસેના સાથે મળીને મહારાષ્ટ્રમાં શાનદાર દેખાવ કરવા બદલ તેમને મહારાષ્ટ્રમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીઓમાં મુખ્યમંત્રી પદ માટેના દાવેદાર જાહેર કરવાની દિશામાં પ્રયાસો શરૂ થઇ ગયા હતા. આવા સમયે તેમનો કાર અકસ્માત કોઇ ષડયંત્રનો હિસ્સો હોય તેવી શંકા ઉભી થઇ છે.

આ મુદ્દે હવે ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)ની સાથે દિલ્હી પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન સેલ પણ તપાસમાં જોડાઇ ગઇ છે. તેમની મોત સામે શંકા ઉપજાવતા કેટલાક કારણો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ કારણો કયા છે તે જોઇએ...

મુંડે સાથે પીએસઓ કેમ નહીં?

મુંડે સાથે પીએસઓ કેમ નહીં?

માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા મુંડે સાથે તેમનો પર્સનલ સિક્યુરિટી ઓફિસર(પીએસઓ) કેમ ન હતો તે મહત્વનો પ્રશ્ન છે. શું મુંડેએ જાતે જ તેને આવવાની ના પાડી હતી કે તે કોઇ અન્ય કારણથી મંત્રી સાથે ન હતો તે તપાસનો વિષય છે.

મહત્વના માર્ગ પર સીસીટીવી નહીં

મહત્વના માર્ગ પર સીસીટીવી નહીં

મોટા ભાગના રેડલાઇટ અને ફ્લાયઓવર માર્ગો પર સ્પીડ બ્રેકર લગાવેલા હોય છે. જો કે પૃથ્વીરાજ રોડ- અરવિંદો માર્ગના ગોળ ચક્કર પર ક્યાંય સ્પીડ બ્રેકર લગાવેલા નથી. આ ઉપરાંત સીસીટીવી કેમેરા પણ નથી જેથી દુર્ઘટનાનું વાસ્તવિક કારણ જાણી શકાય.

સીટ બેલ્ટથી જીવ બચી જાત?

સીટ બેલ્ટથી જીવ બચી જાત?

મોટા ભાગની લક્ઝરી કારમાં પાછલી સીટની સાથે પણ બેલ્ટ એટેચ હોય છે. માનવામાં આવે છે કે મુંડેની કારની પાછલી સીટમાં સેફ્ટી બેલ્ટ હતો. તેમણે બેલ્ટ બાંધ્યો હોત તો કદાચ જીવ બચી જાત.

ડ્રાઇવરની ધરપકડ

ડ્રાઇવરની ધરપકડ

કેન્દ્રીય મંત્રીની કાર સાથે જે ઇન્ડિકા કાર અથડાઇ હતી તેના ડ્રાઇવરની ધરપકડ કરી લેવામાં આવી છે. ડ્રાઇવરની કડક પૂછપરછ બાદ ખ્યાલ આવી શકશે કે આ માત્ર એક અકસ્માત હતો કે ષડયંત્ર?

આજે મુંડેના અંતિમ સંસ્કાર

આજે મુંડેના અંતિમ સંસ્કાર

મુંડેના અંતિમ સંસ્કાર તેમના પૈતૃક ગામ બીડ જિલ્લાના પરલીમાં આજે કરવામાં આવશે. આજે તેમના પાર્થિવ શરીરને પરલી લઇ જવામાં આવશે. ગોપીનાથ મુંડેના અંતિમ સંસ્કારમાં ભાજપના નેતાઓ એલ કે અડવાણી, ગૃહમંત્રી રાજનાથ સિંહ, શહેરી વિકાસ મંત્રી વૈંકયા નાયડૂ અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધન સહિતના નેતા ઉપસ્થિત રહેશે.

English summary
Is Gopinath Munde's death not an accident but part of conspiracy?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X