Gorakhpur News : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુર મંદિરમાં જનકલ્યાણ માટે કર્યો રુદ્રાભિષેક
Gorakhpur News : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારના રોજ ગોરખપુર મંદિર સ્થિત શક્તિપીઠમાં રુદ્રાભિષેક કર્યો હતો. મુખ્યમંત્રીએ વિધિવત પૂજા અર્ચના કરી જનકલ્યાણ માટે પ્રર્થના કરી હતી.
નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શુક્રવારના રોજ ગોરખપુર પહોંચ્યા છે. આ સાથે તેમને મહરાજગંજ, દેવરિયા અને કુશીનગરમાં સભાઓ ગજવી હતી.

નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની જીત સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી યોગી સતત જાહેર સભાઓ કરી રહ્યા છે. તેઓ ભાજપ સરકારની યોજનાઓ અને નીતિઓ પણ જનતાને જણાવી રહ્યા છે.
શુક્રવારના રોજ તેમણે ગોરખપુરના લોકોને મેયર અને કાઉન્સિલર ઉમેદવારોની જીત માટે અપીલ કરી હતી. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલા વિકાસના કામો અને તેનો સીધો લાભ જનતાને મળી રહ્યો છે, તે વિશે પણ જણાવ્યું હતું.
પરંપરાગત નિત્યક્રમ મુજબ મુખ્યમંત્રી યોગીએ સૌથી પહેલા બ્રહ્મમુહૂર્તમાં ગુરુ ગોરખનાથની પૂજા કરી હતી. આ પછી તેમણે સમગ્ર મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. ગાયો સાથે થોડો સમય વિતાવ્યો હતો. પાળેલા કૂતરા ગુલ્લુને બિસ્કિટ ખવડાવવામાં આવ્યા અને તેને સ્નેહઆપ્યો હતો. જે બાદ મુખ્યમંત્રી શક્તિપીઠ પહોંચ્યા અને રૂદ્રાભિષેક કર્યો હતો.












Click it and Unblock the Notifications
