For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Lockdown 2: જાણો આજે કઈ કઈ દુકાનો ખુલશે અને કઈ દુકાનો હજી પણ બંધ છે

Lockdown 2: જાણો આજે કઈ કઈ દુકાનો ખુલશે અને કઈ દુકાનો હજી પણ બંધ છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંકટના કારણે દેશમાં હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે, જે 3 મે સુધી ચાલશે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મોટો આદેશ જાહેર કર્યો છે. જે અંતર્ગત દેશમાં શનિવારે તમામ દુકાનોને શરતો સાથે ખોલવાની મંજૂરી આપી છે. દુકાનોમાં માત્ર 50 ટકા સ્ટાફ જ કામ કરી શકશે. જો કે હજી શોપિંગ કોમ્પલેક્સ અને મોલ વગેરે ખોલવાની મંજૂરી મળી નથી. તેનાથી ઉમ્મીદ જતાવાઈ રહી છે જે આજેથી દેશમાં વ્યવસસાયિક ગતિવિધિઓ થોડી રફ્તાર પકડી શકે છે.

કઈ કઈ દુકાનો ખુલશે?

કઈ કઈ દુકાનો ખુલશે?

  • દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શૉપ્સ એન્ડ ઈસ્ટેબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત રજિસ્ટર્ડ છે તેવી બધી દુકાનો ખુલશે.
  • ગૃહ મંત્રાલય તરફથી જાહેર આદેશ મુજબ કેન્દ્ર સરકારે આવાસીય કોલોનીઓની નજીકક બનેલ દુકાનો અને સ્ટેન્ડ-અલોન દુકાનોને ખોલવાની મંજૂરી આપી દીધી છે.
  • નગર નિગમો અને નગપાલિકાઓની બહાર આવેલ રજિસ્ટર્ડ માર્કેટ પણ આજથી ખુલી શકશે. જો કે દુકાનોમાં માત્ર 50 ટકા કર્મચારી જ કામ કરી શકશે. બધાએ માસ્ક પહેરવા પડશે અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે.
  • ગ્રામીણ અને અર્ધ ગ્રામીણ વિસ્તારોમાં પણ બધી દુકાનોને ગૃહ મંત્રાલયની શરતો મુજબ ખોલી શકાશે.
  • શહેરી વિસ્તારોમાં આવાસીય કોલોનીઓ પાસે બનેલી દુકાનો અને સ્ટેન્ડ અલોન દુકાનોમાં બિન જરૂરી ચીજો અને સેવાઓ પણ આજથી શરૂ કરી શકાય છે.
  • ગ્રામીણ વિસ્તારોમાં બધા પ્રકારની દુકાનોમાં બિન જરૂરી ચીજો અને સેવાઓ પણ આજથી શરૂ થઈ શકે છે.
  • કોરોના વાયરસ લૉકડાઉન વચ્ચે આજથી આડોસ પાડોસની બધી નાની દુકાનોને પણ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
આ સેવાઓ પર પ્રતિબંધ યથાવત

આ સેવાઓ પર પ્રતિબંધ યથાવત

  • નગરનિગમો અને નગરપાલિકાઓની સીમા બહાર મલ્ટી બ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ મોલમાં દુકાનો નહિ ખુલે.
  • નગરનિગમો અને નગરપાલિકાઓની સીમામાં આવેતા બજાર પરિસરો, મલ્ટી બ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ મૉલની દુકાનો નહિ ખુલે.
  • સિનેમા હોલ, મોલ, શોપિંગ કોમ્પલેક્સ, જિમ, સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સ્વિમિંગ પૂલ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક, થિયેટર, બાર અને ઑડિટોરિયમ, અસેંબલી હોલ બંધ રહેશે.
  • મોટી દુકાનો, બ્રાન્ડ અને અઠવાડિયામાં એક દિવસ લાગતી માર્કેટો બંધ રહેશે.
આ શરતો માનવી પડશે

આ શરતો માનવી પડશે

  • માત્ર 50 ટકા સ્ટાફ જ કામ કરી શકશે
  • કામ કરી રહેલા બધા લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે.
  • બધાએ સામાજિક દૂરી એટલે કે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે.
  • ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી છૂટ એવી દુકાનોને નહિ મળે જે કોરોના હોટસ્પોટ અને કંટેનમેન્ટ ઝોનમાં આવતી હોય.

શું કોમામા ચાલ્યા ગયા છે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન? ઉઠી રહ્યા છે સવાલોશું કોમામા ચાલ્યા ગયા છે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન? ઉઠી રહ્યા છે સવાલો

English summary
government allows to open all shops in country from saturday list what will open what will remain closed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X