જૂની 500 અને 1000 રૂપિયાની નોટ તમારી મુશ્કેલી વધારી શકે છે

Posted By:
Subscribe to Oneindia News

નોંધનીય છે કે 30 ડિસેમ્બરના રોજ 500 અને 1000 નોટ બેંકમાં જમા કરવાની છેલ્લી તારીખ છે. જો તમે આ સમયવિધિ દરમિયાન પણ જૂની નોટો ના બદલાવી શક્યા તો 1 જાન્યુઆરી 2017થી 31 માર્ચ 2017 સુધી ભારતીય રિર્ઝવ બેંકમાં જઇને તમારે જૂની નોટો બદલાવી પડશે.

note

પણ જો તમે તે પછી પણ જૂની નોટો રાખો છો તો તમારી મુસીબતો વધી શકે છે. કેબિનેટે બુધવારે એક વટહુકમ જાહેર કર્યો છે જે મુજબ 31 માર્ચ પછી પણ તમારી પાસે જૂની નોટો મળી આવી તો તમારે દંડ ભરવો પડી શકે છે અને જેલની હવા પણ ખાવાનો વારો આવી શકે છે.

સરકારના વટહુકમ મુજબ અને સીએનએન ન્યૂઝ 18ની રિપોર્ટ મુજબ જે લોકોની પાસે 10થી વધુ જૂના 500 અને 1000 રૂપિયાની નોટ હશે તે પણ 10 નોટથી વધુ તો તે 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. અને ચાર વર્ષની સજા પણ થઇ શકે છે.

સુત્રોથી પ્રાપ્ત આ સમાચાર મુજબ સરકારના આ વટહુકમને દ સ્પેસિફાઇડ બેંક નોટિસ સેસેશન ઓફ લાયબિલિટી ઓડિર્નેસ નામ આપવામાં આવ્યું છે. આ વટહુકમ 1978માં મોરાજી દેસાઇની જનતા પાર્ટી દ્રારા જાહેર કરવામાં આવેલા વટહુકમની જેમ છે.

English summary
Government approves ordinance on deadline to deposit old notes
Please Wait while comments are loading...