For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

TikTok અને FBને કોરોના વિશે અફવા ફેલાવતા મેસેજ હટાવવાનો સરકારનો આદેશ

કોરોના વાયરસ વિશે ફેલાવવામાં આવી રહેલી અફવાઓના કારણે મંત્રાલયે ફેસબુક અને ટિકટૉકને આવી પોસ્ટ હટાવવાના નિર્દેશ આપ્યા છે જે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ વિશે ફેલાવવામાં આવી રહેલી અફવાઓના કારણે ઈલેક્ર્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયે ફેસબુક અને ટિકટૉકને આવી પોસ્ટ હટાવવાના નિર્દેશ આપ્યા છે જે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. મીડિયો રિપોર્ટ્સ મુજબ સરકારે આ નિર્ણય દિલ્લી સ્થિત ડિજિટલ એનાલિટિક્સ ફર્મ Voyager Infosec ના એક રિપોર્ટ બાદ લીધો છે.

નિર્દેશોનુ પાલન ન કરવા પાછળ ધાર્મિક કારણો

નિર્દેશોનુ પાલન ન કરવા પાછળ ધાર્મિક કારણો

આ રિપોર્ટે કોરોના વિશે અફવાઓ દ્વારા મુસ્લિમોને ટાર્ગેટ કરતા વીડિયોની એક ખાસ પેટર્ન તરફ ઈશારો કર્યો હતો અને એમાંથી અમુક વીડિયોમાં કોરોના વિશે જારી કરાયેલ નિર્દેશોનુ પાલન ન કરવા પાછળ ધાર્મિક કારણો આપવામાં આવ્યા હતા. ત્યારબાદ મંત્રાલયે ટિકટૉક અને ફેસબુકને આવી માહિતી ફેલાવતી પોસ્ટને હટાવવાનો નિર્દેશ આપ્યો છે.

અફવાઓના કારણે સરકારની કોશિશો નબળી પડી રહી છે

અફવાઓના કારણે સરકારની કોશિશો નબળી પડી રહી છે

આ ઉપરાંત મંત્રાલયે અફવા ફેલાવતા યુઝર્સની માહિતી ભેગી કરવા કહ્યુ છે જે સરકારને સોંપવામાં આવી શકે છે. ટિકટૉક અને ફેસબુકને મંત્રાલય દ્વારા લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યુ છે, ‘તમારે સુનિશ્ચિત કરવાનુ રહેશે કે આવા વીડિયો વાયરલ ન થાય, આનાથી કોરોનાને હરાવવાની સરકારની કોશિશો નબળી પડી શકે છે. આના જવાબમાં ટિકટૉક અને ફેસબુકે પોતાના નિવેદનમાં કહ્યુ, ફેક ન્યૂઝ અને અફવા સામે લડાઈમાં અમે સરકારનો પૂરો સહયોગ કરી રહ્યા છે.'

દુનિયાભરમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો

દુનિયાભરમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો

કોરોના વાયરસનો કહેર આખી દુનિયા સહન કરી રહી છે. દુનિયાભરમાં આ વાયરસના કારણે 88 હજારથી વધુ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 15 લાખથી વધુ થઈ ચૂકી છે. આરોગ્ય મંત્રાલયા જણાવ્યા મુજબ ભારતમાં 5734 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ ચૂકી છે અને આ વાયરસના કારણે 166 લોકોના મોત થયા છે. કોરોના વાયરસને જોતા અત્યારે દેશમાં 21 દિવસનુ લૉકડાઉન છે.

આ પણ વાંચોઃ કોરોના વાયરસનુ રાજનીતિકરણ કરવુ આગ સાથે રમવા સમાનઃWHOના ચીફ ટેડરૉસઆ પણ વાંચોઃ કોરોના વાયરસનુ રાજનીતિકરણ કરવુ આગ સાથે રમવા સમાનઃWHOના ચીફ ટેડરૉસ

English summary
Government asks tiktok and facebook to take action on coronavirus misinformation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X