For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોશિયલ મીડિયા માટે સરકાર પાસે નિયામક નિયુક્ત કરવાનો કોઈ પ્રસ્તાવ નથીઃ રવિશંકર પ્રસાદ

સરકારે બુધવારે સંસદમાં જણાવ્યુ કે આઈટી મંત્રાલય પાસે સોશિયલ મીડિયા પર નિયામક નિયુક્ત કરવા માટે કોઈ પ્રસ્તાવ નથી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઓટીટી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાંધાજનક, વિવાદિત અને ફેક કન્ટેન્ટ પર રોક લગાવવા માટે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યુ છે. આ દિશામાં સરકારે બુધવારે સંસદમાં જણાવ્યુ કે આઈટી મંત્રાલય પાસે સોશિયલ મીડિયા પર નિયામક નિયુક્ત કરવા માટે કોઈ પ્રસ્તાવ નથી. જો કે સરકારે એ પણ કહ્યુ કે આઈટી અધિનિયમ હેઠળ સૂચના પ્રોદ્યોગિકી(ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) રુલ્સ 2021 જાહેર કરવામાં આવ્યા છે.

ravi shankar prasad

સંસદમાં બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે લેવામાં આવેલ પગલા વિશે કેન્દ્રીય આઈટી અને સંચાર મંત્રી રવિશંકર પ્રસાદે આ માહિતી આપી. તેમણે કહ્યુ કે જાહેર કરવામાં આવેલ નિયમોમાં સોશિયલ મીડિયા સંબંધી દિશાનિર્દેશોનુ પાલન કરવાની વાત કહેવામાં આવી છે. રવિશંકર પ્રસાદના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, વૉટ્સએપ અને ટ્વિટર સહિત કંપનીઓને મજબૂત ફરિયાદ નિવારણ પ્રણાલી બનાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. હાલમાં વર્તમાન સમયમાં સરકાર પાસે સોશિયલ મીડિયા માટે નિયામક નિયુક્ત કરવા માટે કોઈ પ્રસ્તાવ નથી.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને ફેબ્રુઆરીમાં કેન્દ્ર સરકારે ઓટીટી અને સોશિયલ મીડિયા પ્લેટફરો્મ સામે કડક નિર્ણય લઈને એક ગાઈડલાઈન જાહેર કરી હતી. દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યુ હતુ કે મીડિયા કંપનીઓને 36 કલાકની અંદર વાંધાજનક સામગ્રીને હટાવવી પડશે, સાથે જ ફરિયાદ નિવારણ તંત્ર પણ બનાવવુ પડશે. સરકારની આ ગાઈડલાઈન ટ્વિટર અને વૉટ્સએપ જેવી કંપનીઓ માટે હતી. સરકારના નિર્દેશો બાદ સોશિયલ મીડિયા કંપનીઓએ માહિતી આપી હતી કે તેમણે ગયા વર્ષ 2020માં 9849 યુઆરએલ, અકાઉન્ટ અને વેબપેજ બંધ કર્યા છે. આમાંથી મોટાભાગના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય હતા. બુધવારે સૂચના પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રી સંજય ધોત્રેએ પણ સંસદમાં જણાવ્યુ કે સરકારે વૉટ્સએપને પોતાની પ્રસ્તાવિત ગોપનીયતા નીતિ ફેરફારની સમીક્ષા કરવા માટે કહ્યુ છે.

ભારતમાં કોરોનાએ પકડ્યો વેગ, 35,871 નવા કેસ, 172 મોતભારતમાં કોરોનાએ પકડ્યો વેગ, 35,871 નવા કેસ, 172 મોત

English summary
Government has no proposal to appoint regulator for social media: Ravi Shankar Prasad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X