સુડાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા સરકાર એક્શનમાં, પીએમ મોદીએ હાઈલેવલ બેઠક બોલાવી

હાલમાં જ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોગ્રેસે આરોપ લગાવ્યો હતો કે સુડાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે સરકાર કોઈ કામગીરી નથી કરી રહી. આ આરોપો બાદ હવે ભારત સરકાર એક્શનમાં આવી છે. આ મુદ્દે આજે પીએમ મોદીની અધ્યક્ષામાં હાઈલેવલ બેઠક યોજાઈ હતી.

હાલ સુડાનમાં સેના વચ્ચે ગૃહયુદ્ધની સ્થિતી છે ત્યારે ત્યાં ભારતીયો ફસાયા છે. આ ફસાયેલા ભારતીયોને દેશ પરત લાવવ માટે પીએમ મોદીની અક્ષ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ ભારતીયોને સુરક્ષિત દેશ કેવી રીતે પરત લાવવા તે મુદ્દે ચર્ચા થઈ હતી. પીએમ મોદી ઉપરાંત આ બેઠકમાં વિદેશમંત્રી એસ. જયશંકર પણ હાજર હતા.

Sudan Civil War

સુડાનમાં સેના અને રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બન્ને પક્ષોએ મંગળવારે 24 કલાક માટે સંધર્ષ વિરામની જાહેરાત કરી હતી પરંતુ સ્થિતી બગડી ગઈ હતી.WHO ના આંકડા અનુસાર, આ સ્થિતીને કારણે દેશમાં 270 મોત અને 2600 લકો ઘાયલ થયા છે.

હાલ ભારત સરકાર સુડાનમાં ફલાયેલા ભારતીયો પર નજર રાખી રહી છે. સરકારે અમેરિકા, બ્રિટન, યુએઈ અને સાઉદી અરબ સાથે વાર્તાલાપ શરૂ કરીને તેમને બહાર કાઢવા કામગીરી શરૂ કરી છે. અહેવાલો અનુસાર, અજાણી જગ્યાએ 31 ભારતીયો ફસાયા છે.

આ મુદ્દે વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વિટ કરીને જણાવ્યુ કે, સાઉદી અરેબિયાના વિદેશમંત્રી શેખ અબ્દુલ્લા બિન જાયદ અલ નાહયાનનો આભાર, જે અમારા સંપર્કમાં છે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી ફૈઝલ બિન ફરહાન અને બ્રિટન-અમેરિકા તરફથી પણ વ્યવહારુ સમર્થનનું આશ્વાસન મળ્યું છે.

અહીં તમને જણાવી દઈએ કે, સુડાનમાં સ્થિતી ખરાબ છે. સુડાન ડૉક્ટર્સ સિન્ડિકેટે જણાવ્યું કે, સેંકડો લોકો માર્યા ગયા છે. રસ્તાઓ પર મૃતદેહો પડ્યા છે પરંતુ પહોંચના અભાવે યોગ્ય ગણતરી થઈ રહી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X