કોરોનાને ટ્રેક કરવા માટે સરકારે લૉન્ચ કરી મોબાઈલ એપ

કોરોનાને ટ્રેક કરવા માટે સરકારે લૉન્ચ કરી મોબાઈલ એપ

વિશ્વભરમાં કોરોના વાયરસે તબાહી મચાવી છે ત્યારે ભારત સરકાર દ્વારા AarogyaSetu નામની એક મોબાઈલ એપ લૉન્ચ કરવામાં આવી છે. આ એપની મદદથી તમે કોરોનાથી સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યા છો કે નહિ તે માલૂમ કરી શકાશે. આ એપ્લિકેશનનો ઉદ્દેશ્ય લોકોને વધુ સુરક્ષા પ્રદાન કરવાનો છે જેના થકી લોકો ખુદ જાણી શકે કે તેઓ કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે કે નહિ. અને જો સંપર્કમાં આવ્યા હોય તો તેઓ પહેલેથી સતર્ક થઈ શકે જેથી આ સંક્રમણ તેના પરિજનો સહિના અન્ય કોઈ લોકોમાં ના ફેલાઈ શકે.

arogyasetu

સહકારી ભાગીદારીથી આ એપ્લિકેશન બનાવવામાં આવી છે, સત્તાવાર નિવેદન મુજબ "કોઈપણ શખ્સ કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે કે નહિ તેનો પતો બ્લૂટૂથ, આલ્ગોરિધ્મ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી મેળવી શકાશે."

એકવાર આ એપ તમારા મોબાઈલમાં ઈન્સ્ટોલ થઈ ગયા બાદ તે તમારુ આજુબાજુમાં રહેતા લોકોના મોબાઈલમાં ArogyaSetu એપ ઈન્સટોલ થયેલ હશે તેને ડિટેક્ટ કરશે. સૂત્રો મુજબ સરકારને આ એપ દ્વારા જરૂરી લોકોને આઈસોલેશનમાં રાખવાની ખાતરી કરવામાં પણ મદદ મળશે.

જણાવી દઈએ કે સરકારે આ એપ્લિકેશન 11 ભાષામાં લૉન્ચ કરી છે જે Android અને ioS બંનેમાં ઉપલબ્ધ છે.

ઈન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો- ArogyaSetu

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X