For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઓ : આવો છે ભારત સરકારે લોન્ચ કરેલો એપ સ્ટોર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 મે : આપની પાસે એન્ડ્રોઇડ ફોન હશે તો આપ ગૂગલ પ્લે સ્ટોરની મુલાકાત જરૂર લેતા હશો. પણ શું તમે ક્યારેય ભારત સરકારના પ્લે સ્ટોરની મુલાકાત લીધી છે ખરી? માનવામાં નથી આવતુંને પણ હકીકત છે કે ટેકનોલોજી સાથે કદમ મિલાવતા ભારત સરકારે પોતાનો એપ સ્ટોર લોન્ચ કર્યો છે. આ એપ સ્ટોરમાં સરકારી માહિતીઓની સાથે ઢગલાબંધ એપ પણ મળશે. આ તમામ એપ આપને બિલકુલ મફતમાં મળશે.

સરકારી એપ સ્ટોરમાં વર્તમાન સમયમાં 173 એપ ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. તેમાંથી 61 ડેમો એપ છે. આવનારા સમયમાં તેનું ફુલ વર્ઝન પણ રજૂ કરવામાં આવશે. ભારત સરકારના એપ સ્ટોરમાં ઉપલબ્ધ એપ્સ એન્ડ્રોઇડ અને જાવા બેઝ સ્માર્ટ ફોનને સપોર્ટ કરશે એને તેના પર ચાલશે.

ભારત સરકારના એપ સ્ટોરની ખાસ વાત એ છે કે તેમાં મહિલાઓની સુરક્ષા સંબંધિત એપ્સ છે. ઉદાહરણ તરીકે 'રક્ષક' એપ મહિલાઓને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવી છે. ભારત સરકારના એપ સ્ટોરમાં ભારતીય ભાષાઓના અનુવાદના એપ્સ પણ છે. આ ઉપરાંત રાશન કાર્ડ, પોસ્ટ ઓફિસ, ચૂંટણી માહિતી ઉપરાંત રાજ્યવાર એપ્સ પણ છે. જે રાજ્યો આધારિત એપ્સ તૈયાર કરવામાં આવ્યા છે તેમાં આંધ્ર પ્રદેશ, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, રાજસ્થાન, સિક્કિમ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

જો કે આ સ્ટોરની મુલાકાત લેનારાઓનું માનવું છે કે ગૂગલ પ્લે સ્ટોરની સરખામણીએ અહીંથી એપ ડાઉનલોડ કરવી વધારે મુશ્કેલ છે. આ એપ ડાયરેક્ટ મોબાઇલમાં ડાઉનલોડ થવાને બદલે કોમ્પ્યુટર પર ડાઉનલોડ થાય છે અને તેને ડેટા કેબલ કે યુએસબી કાર્ડ રીડર દ્વારા ફોનમાં ઇન્સ્ટોલ કરવી પડે છે. આવો જોઇએ કેવી એપ્લિકેશન્સ છે અહીં...

ભારત સરકારે લોન્ચ કર્યો પોતાનો એપ સ્ટોર

ભારત સરકારે લોન્ચ કર્યો પોતાનો એપ સ્ટોર

ભારત સરકારે લોન્ચ કર્યો પોતાનો એપ સ્ટોર

ભારત સરકારે લોન્ચ કર્યો પોતાનો એપ સ્ટોર

ભારત સરકારે લોન્ચ કર્યો પોતાનો એપ સ્ટોર

ભારત સરકારે લોન્ચ કર્યો પોતાનો એપ સ્ટોર

ભારત સરકારે લોન્ચ કર્યો પોતાનો એપ સ્ટોર

ભારત સરકારે લોન્ચ કર્યો પોતાનો એપ સ્ટોર

ભારત સરકારે લોન્ચ કર્યો પોતાનો એપ સ્ટોર

ભારત સરકારે લોન્ચ કર્યો પોતાનો એપ સ્ટોર

ભારત સરકારે લોન્ચ કર્યો પોતાનો એપ સ્ટોર

ભારત સરકારે લોન્ચ કર્યો પોતાનો એપ સ્ટોર

ભારત સરકારે લોન્ચ કર્યો પોતાનો એપ સ્ટોર

ભારત સરકારે લોન્ચ કર્યો પોતાનો એપ સ્ટોર

ભારત સરકારે લોન્ચ કર્યો પોતાનો એપ સ્ટોર

ભારત સરકારે લોન્ચ કર્યો પોતાનો એપ સ્ટોર

ભારત સરકારે લોન્ચ કર્યો પોતાનો એપ સ્ટોર

ભારત સરકારે લોન્ચ કર્યો પોતાનો એપ સ્ટોર

ભારત સરકારે લોન્ચ કર્યો પોતાનો એપ સ્ટોર

ભારત સરકારે લોન્ચ કર્યો પોતાનો એપ સ્ટોર

English summary
Government of India launched its App Store.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X