For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

84 કોસી પરિક્રમા: સરકાર અને VHP આમને-સામને

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અયોધ્યા, 21 ઓગષ્ટ: 84 કોસી પરિક્રમા પર વિશ્વ હિન્દુ પરિષદના અડિયલ વલણને જોતાં ઉત્તર પ્રદેશ સરકારે પણ અયોધ્યા અને તેની આસપાસના જિલ્લાઓમાં સુરક્ષાબળોની તૈનાતી શરૂ કરી દિધી છે. શાસન સ્તરના અધિકારી દાવો કરી રહ્યાં છે કે અયોધ્યા અને આસપાસના વિસ્તારોમાં સંતોનો જમાવડો કોઇપણ ભોગે થવા નહી દે, તો બીજી તરફ વિહિપે પણ જાહેરાત કરી દિધી છે કે 84 કોસી પરિક્રમા પોતાની નિર્ધારિત તારીખે જ શરૂ થશે.

વિહિપ દ્વારા 25 ઓગષ્ટથી 13 સપ્ટેમ્બર સુધી ચોર્યાસી કોસી પરિક્રમા યાત્રા કાઢવાની જાહેરાત પહેલાં કરવામાં આવી હતી પરંતુ ઉત્તરપ્રદેશ સરકારે ધાર્મિક યાત્રાને કાઢવા પર પાબંધી લગાવી દિધી છે. સરકારે કહ્યું હતું કે 84 કોસી પરિક્રમાના બહાને વિહિપ નવી પરંપરાની શરૂઆત કરવા માંગે છે અને તેની પરવાનગી આપવામાં ન આવી શકે.

વિહિપે જોકે ઉત્તરપ્રદેશ સરકાર પર આરોપ લગાવ્યો છે કે સરકાર ખોટા તારણોનો સહારો લઇ રહી છે. પરિક્રમા માટે કોઇ સમય મર્યાદા હોતી નથી આ ક્યારે પણ આયોજિત કરી શકાય છે. જો કે 84 કોસી પરિક્રમાને લઇને ઉત્તરપ્રદેશમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

ashok-akhilesh

ઉત્તરપ્રદેશના પોલીસ કમિશ્નર કાનૂન વ્યવસ્થા રાજકુમાર વિશ્વકર્માએ સ્પષ્ટપણે કહ્યું છે કે અયોધ્યામાં સંતોનો જમાવડો રોકવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. તેમને કહ્યું હતું કે અયોધ્યામાં હાલમાં પીએસસીની 12 કંપનીઓ હાજર છે અને જરૂર પડશે તો વધારાના સુરક્ષાદળો માટે કેન્દ્ર સરકારને પત્ર લખવામાં આવશે.

તેમને કહ્યું હતું કે જરૂરત પડશે તો અન્ય રાજ્યો સાથે જોડાયેલી બોર્ડરોને સીલ કરવામાં આવશે. અયોધ્યા, ગોંડા, આંબેડકર નગર, ફૈજાબાદ અને બારાબંકીમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળો ગોઠવવામાં આવ્યા છે.

રેલવે સ્ટેશનો, બસ સ્ટેશન અને હવાઇમથકો પર કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. સાધુ સંતો જ્યાં પણ મળશે તેમને ત્યાંથી પરત મોકલી આપવામાં આવશે. વિહિપે સરકરને પણ જવાબ આપવાનું મન બનાવી લીધું છે. પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને રામજન્મભૂમિ ન્યાસ સમિતિ સાથે જોડાયેલા સ્વામી ચિન્મયાનંદે પણ સ્પષ્ટ કરી દિધું છે કે સરકાર ભલે અયોધ્યા અને ફૈજાબાદની બોર્ડર સીલ કરી દે, સંત પોતાની પરિક્રમા જરૂર કરશે.

English summary
Uttar Pradesh government will not allow any sadhu to enter the six districts through which a rally sponsored by Vishwa Hindu Parishad is scheduled to pass.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X