For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણી પહેલા શું સુધરશે ભારત-પાકના સંબંધો, આવશે નવો વળાંક?

લોકસભા ચૂંટણીમાં હવે અમુક મહિનાનો સમય જ બચ્યો છે અને આ ચૂંટણી પહેલા ભારત-પાકિસ્તાનના સંબંધો સાથે જોડાયેલા કોઈ મહત્વના સમાચાર દેશવાસીઓને મળી શકે છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીમાં હવે અમુક મહિનાનો સમય જ બચ્યો છે અને આ ચૂંટણી પહેલા ભારત-પાકિસ્તાનના સંબંધો સાથે જોડાયેલા કોઈ મહત્વના સમાચાર દેશવાસીઓને મળી શકે છે. આ એ પળ છે જ્યારે દક્ષિણ એશિયામાં ઘણી હલચલ મચેલી છે. ભારત અને પાકિસ્તાનમાં છેલ્લા ચાર વર્ષોથી વાતચીત બંધ છે. સૂત્રોની માનીએ તો ચૂંટણી પહેલા ભારત અને પાકિસ્તાનના સંબંધો સારા થશે એ વાતની સંભાવના ઘણી ઓછી છે. વળી, આ વાતની સંભાવનાનો ઈનકાર કરવામાં નથી આવ્યો કે બંને દેશોના સંબંધો અંગે કોઈ સકારાત્મક ઘટનાક્રમ જોવા મળી શકે છે.

ઈમરાને સારા સંબંધોની વારંવાર કરી છે વાત

ઈમરાને સારા સંબંધોની વારંવાર કરી છે વાત

ગયા મહિને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને બંને દેશો વચ્ચે સંબંધો સુધારવાની પોતાની માંગ ફરીથી કરી હતી. તેમણે કહ્યુ હતુ કે તે એ વાતની રહા જોઈ રહ્યા છે કે ક્યારે નવી દિલ્લી તરફથી પ્રતિક્રિયા મળે છે. જો કે તેમણે એ પણ કહ્યુ કે ભારત સાથે વાતચીતની સંભાવના ચૂંટણી પહેલા સંભવ દેખાઈ નથી રહી. એપ્રિલ અને મેમાં દેશમાં લોકસભા ચૂંટણી થવાની છે. વળી, સરકાર સાથે જોડાયેલા સૂત્રોએ આ વાતનો પણ ઈનકાર કરી દીધો છે કે ઈસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચ કમિશનના અધિકારીઓને હેરાન કરવાની વાતને ભારત હળવાશમાં લઈ રહ્યો છે. સૂત્રોનું કહેવુ છે કે પાકિસ્તાને હજુ સુધી આ બાબતે કોઈ એક્શન લીધી નથી અને નવી રહેણાંક બિલ્ડિંગ્ઝમાં ગેસ કનેક્શનની મંજૂરી આપવામાં આવી નથી. જ્યારે ઘણી વાર ભારત તરફથી આ બાબતે અનુરોધ કરવામાં આવી ચૂક્યો છે.

અધિકારીઓને હેરાન કરવા પર પાકને ‘જેવા સાથે તેવા'

અધિકારીઓને હેરાન કરવા પર પાકને ‘જેવા સાથે તેવા'

સરકારી સૂત્રોની માનીએ તો ઘણી એવી ઘટનાઓ છે જ્યે ભારતીય અધિકારીઓન ઉત્પીડનના શિકાર થવુ પડ્યુ છે. ગયા 10 વર્ષોથી તો ઈસ્લામાબાદમાં હાઈ કમિશનના ઘણા પ્રોજેક્ટ્સ રોકાયેલા પડ્યા છે. લોકો હાઈ કમિશનની બિલ્ડિંગ્ઝમાં રહે છે પરંતુ તેમની પાસે ગેસ સપ્લાય નથી. માત્ર આટલુ જ નહિ પાકિસ્તાન તરફથી ટેલિકોમ કનેક્શન્સ પણ આપવામાં આવ્યા નથી. વળી, નવી બિલ્ડિંગ્ઝ માટે ફર્નીચર્સને પણ બોર્ડર પર રોકી દેવામાં આવ્યુ છે. અધિકારીઓ સાથે થતા ખરાબ વર્તન વિશે પણ વાત કરવામાં આવી છે. સરકાર સાથે જોડાયેલા સૂત્રોની માનીએ તો ભારતે પણ આના પર જેવા સાથે તેવાની જેમ જ જવાબ આપી દીધો છે. આનું પરિણામ એ છે કે હવે પાકિસ્તાનમાં અધિકારી ઝૂકવા લાગ્યા છે.

કરતારપુર કૉરિડોર વાતચીતનો રસ્તો નથી

કરતારપુર કૉરિડોર વાતચીતનો રસ્તો નથી

છેલ્લા કેટલાક દિવસોમાં ભારત અને પાક વચ્ચે કરતારપુર કૉરિડોરનું ઉદઘાટન થયુ છે. સરકારની માનીએ તો આ એક સાંસ્કૃતિક પહેલ હતી અને આને ડિપ્લોમેટીક કે પછી રાજકીય પહેલ માની શકાય નહિ. સરકારના નજીકના સૂત્રો મુજબ કરતારપુર કૉરિડોર ખોલવાનો અર્થ એ નહિ કે ભારત પાકિસ્તાન સાથે વાતચીતનો રસ્તો ખોલવા ઈચ્છે છે. કરતારપુર કૉરિડોરમાં સ્થિત દરબાર સાહિબને ભારતના પંજાબ રાજ્યમાં સ્થિત ગુરદાસપુરના ડેરા બાબા નાનક શ્રાઈન સાથે જોડશે.

આ પણ વાંચોઃ નીતિન ગડકરીનો દાવોઃ આગામી 3 મહિનામાં 80%, 2020 સુધી આખી ગંગા થઈ જશે સાફઆ પણ વાંચોઃ નીતિન ગડકરીનો દાવોઃ આગામી 3 મહિનામાં 80%, 2020 સુધી આખી ગંગા થઈ જશે સાફ

English summary
Government to take big steps to improve ties between India and Pakistan before Lok Sabha elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X