For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2G કેસમાં આર.પી સિંહનો ધડાકો, કહ્યું 'જબરદસ્તી કરવી પડી સહી'

|
Google Oneindia Gujarati News

r p singh
નવી દિલ્હી, 23 નવેમ્બર: પહેલીવાર સીએજીની અંદર સીએજીની રિપોર્ટ પર સવાલ ઉઠ્યા છે. પહેલીવાર સીએજીની અંદર ટૂજી સ્પેક્ટ્રમની હરાજી નહી થવાથી એક લાખ છોત્તેર હજાર કરોડના નુકસાનના અનુમાન પર સવાલ ઉઠાવવામાં આવ્યા.

સીએજીમાં ડીજી ટેલીકોમ રહી ચૂકેલા આર.પી સિંહે દાવો કર્યો છે કે સીએજીના અહેવાલ સાથે સહમત ન્હોતા છતા તેમણે રિપોર્ટ પર હસ્તાક્ષર એટલા માટે કર્યા કારણ કે તેમને આના માટે સીએજીના વિનોદ રાય તરફથી તેમને લેખિત આદેશ મળ્યા હતા.

આર. પી. સિંહે જણાવ્યું કે તેમણે રિપોર્ટમાં બેહજાર છસ્સો પિસ્તાલીસ કરોડના નુકસાનનું જ અનુમાન લગાવ્યું હતું. પરંતુ તેમની પાસે જે રિપોર્ટ આવ્યા તેમાં એક લાખ છોત્તેર હજાર કરોડના નુકસાનનું અનુમાન હતું. સિંહનું કહેવું છે કે સીએજી વિનોદ રાયે કોઇ દસ્તાવેજી પૂરાવા વગર જ નુકસાનનું અનુમાન લગાવ્યું.

સિંહે એ પણ દાવો કર્યો છે કે સીએજીના અધિકારી રજાના દિવસે ઘોટાળાની તપાસ કરી રહેલા પબ્લિક એકાઉન્ટ કમેટીના અધ્યક્ષ મુરલી મનોહર જોશીના ઘરે ગયા હતા અને તેમને પીએસી રિપોર્ટ તૈયાર કરવામાં મદદ કરી હતી.

આર.પી. સિંહનું એ પણ કહેવું છે કે તેમને લાગે છે કે મુરલી મનોહર જોશીએ સીએજીના રિપોર્ટ સાથે ચેડા કરવાની પણ કોશિશ કરી હતી. આર. પી. સિંહે સપ્ટેમ્બર 2011 માં સીએજીમાંથી નિવૃત્ત થયા હતા.

મુરલી મનોહરે આપ્યો રદિયો

જોકે પબ્લિક એકાઉન્ટ કમેટીના અધ્યક્ષ બીજેપી સાંસદ મુરલી મનોહર જોશીએ જણાવ્યું કે આર. પી. સિંહનું નિવેદન પાયાવિહોણું છે. અને કમેટી પહેલાથી જ આ મામલાની તપાસ કરી રહી છે. જોશીએ જણાવ્યું કે જ્યારે તેઓ પીએસીના અધ્યક્ષ ન્હોતા ત્યારે આર.પી.સિંહે આ બાબતો જણાવી ન્હોતી. તેમણે જણાવ્યું કે આ બધું સીએજી સંસ્થાને બદનામ કરવાનું કાવતરૂં છે.

English summary
Taking note of allegations levelled by a former CAG official on the body and PAC about 2G allocation losses, the government today demanded that PAC Chairperson Murli Manohar Joshi and CAG clear the air on the issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X