For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારી કર્મચારીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર, આ સુવિધા બંધ થઈ જશે

સરકારી કર્મચારીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર, આ સુવિધા બંધ થઈ જશે

|
Google Oneindia Gujarati News

કોરોના મહામારીને કારણે સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મળતી ખાસ સેવા 8 નવેમ્બરથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. 8 નવેમ્બરથી કેન્દ્રીય કર્મચારીઓ માટે પોતાની હાજરી લગાવવા માટે બાયોમેટ્રિક સિસ્યમની સર્વિસ પૂનઃસ્થાપિત થઈ જશે. એટલે કે કાલેથી કેન્દ્રીય કર્મચારીઓએ સમયસર ઑફિસ પહોંચી પોતાની હાજરી બાયોમેટ્રિક્સ સિસ્ટમમાં નોંધાવવી પડશે.

coronavirus

કોરોનાવાયરસ મહામારી દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓને બાયોમેટ્રિક્સ સિસ્ટમથી છૂટ આપવામાં આવી હતી. જ્યારે હવે કોરોનાનો ખતરો ઘટી ગયો છે, એવામાં સરકારી ફરીથી આ સિસ્ટમ પૂનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે અને બધા વિભાગોને નોટિફિકેશન મોકલી આપ્યું છે. ભારત સરકારમાં ડેપ્યૂટી સેક્રેટરી ઉમેશ કુમાર ભાટિયાએ આ વિશે કહ્યું કે કોરોના મહામારીને જોતાં ઑફિસોમાં ઓછી સંખ્યામાં કર્મચારીઓને બોલાવવામાં આવી રહ્યા હતા, તેમના કામના કલાકો ઘટાડવામાં આવ્યા હતા, તેમને બાયોમેટ્રિક અટેન્ડન્સથી રાહત આપવામાં આવી હતી, પરંતુ હવે આ ખતમ કરવામાં આવ્યું છે અને 8 નવેમ્બરથી દરેક કર્મચારીઓની બાયોમેટ્રિક ઉપસ્થિતિ નોંધાવવી પડશે.

કેન્દ્રીય કર્મચારીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે, જે મુજબ ઑફિસમાં બાયોમેટ્રિક મશીનમાં ઉપસ્થિતિ નોંધાવવી ફરજીયાત છે. ઑફિસમાં બાયોમેટ્રિક મશીન પાસે સેનિટાઈઝર રાખવું જરૂરી હશે. કર્મચારીઓએ પોતાની ઉપસ્થિતિ નોંધાવતા પહેલાં અને બાદમાં સેનિટાઈઝરનો ઉપયોગ કરવો પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગ, ફેસ માસ્કનો ઉપયોગ કરવો પડશે.

English summary
govt made Biometric attendance compulsory for central government officials
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X