અફઝલને જેલમાં જ દફનાવાયો, સરહદ પર એલર્ટ

સરહદ પર એલર્ટ
અફઝલ ગુરુને ફાંસી આપ્યા બાદ ભારત સામે સૌથી મોટો પડકરા કાશ્મિર ઘાટી સાથે જોડાયેલી સરહદ પર સુરક્ષાનો છે. અફઝલને ફાંસી આપવામાં આવ્યા બાદ એલઓસી પર પાકિસ્તાન અધીકૃત કાશ્મિર તરફથી ઘુષણખોરી કે આતંકી હુમલાની આશંકાઓ વધી ગઇ છે.
આ સમાચાર સામે આવ્યા બાદ જ્મ્મૂ-કાશ્મિર કેબલ ટીવિ, ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે. સાથે જ અલગાવવાદી નેતા મીર વાઇઝ ઉણ અને સઇદ અલી ગિલાનીએ હડતાળ અને વિરોધ કરવાની વાત કરી તો તેને નજરબંધ કરી દીધા. શ્રીનગરમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યું છે. કાશ્મિર વિશ્વવિદ્યાલાયની તમામ પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.
જેલમાં જ દફનાવાયો
2001થી ભારતીય જેલમાં બંધ સંસદ પરના હુમલાના મુખ્ય દોષી અફઝલ ગુરુને શનિવારે સવારે આઠ વાગ્યે ફાંસી આપવામાં આવી છે. તેને ફાંસી તેના બેરેકથી 20 મીટરની દૂરી પર આપવામાં આવી છે. ફાંસી આપ્યાના એકાદ ઘંટા બાદ સવારે 9 વાગ્યે અફઝલ જેલ પરિસરમાં દફનાવવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહ સચિવ આર કે સિંહે કહ્યું કે સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુને ફાંસી આપવામાં આપતા પહેલા તેના પરિવારને સૂચિત કરવામાં આવ્યા હતા. જ્યારે તેમને પુછવામાં આવ્યું તો જમ્મૂ કાશ્મિરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાને પણ અફઝલની ફાંસી મામલે અંધારામાં રાખવામાં આવ્યા. આ પહેલા તેમણે કહ્યું કે મુખ્યમંત્રીને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે, અફઝળના પરિવારને પહેલાથી જ સૂચિત કરવામાં આવ્યા હતા. મે જેલ અધિકારીઓ પાસે આ વાતની પૃષ્ટિ કરી હતી અને તમણે મને જણાવ્યું હતું કે આ બાબતમાં સ્પીડ પોસ્ટ થકી બે પત્ર મોકલવામાં આવ્યા છે. કાશ્મિર ડીજીપીને પણ પૃષ્ટિ કરવા માટે કહેવામાં આવ્યું હતું. એ કહેવું યોગ્ય નથી કે તેમના પરિવારને સૂચિત કરવામાં આવ્યા નથી.












Click it and Unblock the Notifications
