For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શહેરોના રેડલાઇટ વિસ્તારોમાં થશે બાળકોની શોધખોળ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ચંદીગઢ, 10 જુલાઇ: હરિયાણાના બધા રેડ લાઇટ વિસ્તારોમાં રહેતાં 18 વર્ષ સુધીના બાળકો તથા કિશોરો સુધી પહોંચાડવા માટે એવા વિસ્તારોના નકશા તૈયાર કરવામાં આવશે. એક ઉચ્ચ અધિકારીએ બુધવારે આ જાણકારી આપી છે. આ નકશા તૈયાર થયા બાદ રેડલાઇટ એરિયામાંથી બાળકોને શોધવામાં આવશે.

મહિલા અને બાળ વિકાસ વિભાગની મહાનિર્દેશક સુમિતા મિશ્રાએ કહ્યું હતું કે જિલ્લા બાળ સંરક્ષણ એકમો (ડીસીપીયૂ) પર આ રેડ લાઇટ વિસ્તારોનો નકશો તૈયાર કરવા અને યૌનકર્મીઓના બાળકો સુધી પહોંચાડવા તથા તેમની ઓળખ કરવા માટે બ્લોક સ્તર પર યોજના તૈયાર કરવાની જવાબદારી છે.

prostitution

હરિયાણા સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટીની સભ્ય સચિવ સુમિતાએ કહ્યું હતું કે ડીસીપીયૂ દિવસ તથા રાત્રે ચાલનાર કેન્દ્રો માટે બિલ્ડિંગો શોધશે જે સંભવત ખાલી બિલ્ડિંગો, સ્કૂલની બિલ્ડિંગોની છત, પાર્ક અને કોમ્યુનિટી બિલ્ડિંગ ભવન હશે જ્યાં યૌનકર્મીઓના બાળકોનું શિક્ષણ, રમત, સાંસ્કૃતિક ગતિવિધિઓ તથા પરામર્શ માટે કેન્દ્ર બનાવવામાં આવશે.

English summary
Haryana government will now find the children specially girls below 18 in red light areas of all cities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X