આવતા ચાર મહિના સુધી નહીં મળે નવું ગેસ કનેક્શન!

LPG
નવી દિલ્હી, 28 સપ્ટેમ્બર: એલપીજી સિલિન્ડરો પર સબસિડી કર્યા બાદ સામાન્ય માણસની કમર તોડતો વધુ એક નિર્ણય લેવાઇ રહ્યો છે. હવે એલપીજી કનેક્શન પર અમર્યાદીત સમય માટે રોક લગાવવાની કવાયત શરૂ થઇ ગઇ છે.

ઈન્ડિયન ઓઇલે આ અંગે એક ઇન્ટર્નલ સર્ક્યુલર પણ પાસ કરી દીધું છે. જ્યારે ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી કંપનીઓ પણ ટૂંક સમયમાં આનો અમલ કરશે. ખરેખર એક જ પરિવારમાં એકથી વધારે કનેક્શન રોકવા માટેનો એક સર્વે થઇ રહ્યો છે. આ સર્વે પૂરો થશે ત્યાં સુધી નવા કનેકશન અપાશે નહીં.

ઉલ્લેખનીય છે કે આ સમય દરમિયાન કંપનીયો નવા કનેક્શન માટેની અરજીઓ સ્વીકારશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સર્વે પૂર્ણ થવામાં 3થી 4 મહિના લાગી શકે છે. જ્યારે ઇન્ડિયન ઓઇલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નવા કનેક્શનની ફાળવણી બંધ કરવા અંગેનો સર્ક્યુલર પસાર કરવામાં આવ્યો નથી.

જોકે ઓઇલ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે ‘ સરકાર તરફથી કે ત્રણેય એલપીજી ડીસ્ટ્રીબ્યુટર્સ તરફથી આવું કોઇ સર્ક્યુલર પસાર કરવામાં નથી આવ્યું. નવા ગેસ કનેક્શનની ફાળવણી ચાલુ છે અને ચાલુ રહેશે. જોકે એક જ પરિવારને એકથી વધારે કનેક્શન ફાળવાય તેની તકેદારી રાખવા કંપનીઓને આદેશ છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X